________________
૩૭૯
આર્તધ્યાન કરવાનું વિશિષ્ટ સામર્થ્ય પહેલા ચાર સંઘયણવાળા જીવોમાં જ હોવાથી અહીં પહેલા ચાર સંઘયણવાળા જીવો લીધા. કોઈ પણ ધ્યાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. (સૂત્ર-૯/૨૮) ત્યાર પછી મોહનીયકર્મના કારણે થતા સંક્લેશ અને વિશુદ્ધિથી ધ્યાન બદલાઈ જાય છે. ધ્યાનના ૪ ભેદ છે – (સૂત્ર-૯૨૯)
(૧) આર્તધ્યાન - શારીરિક-માનસિક દુઃખથી ઉત્પન્ન થયેલ અને દુઃખનો અનુબંધ કરાવનાર ધ્યાન તે આર્તધ્યાન. તેના ૪ ભેદ છે -
(i) અશુભ વિષયોનો સંપર્ક થવા પર તેમને દૂર કરવાનું પ્રણિધાન કરવું. (સૂત્ર-૯૩૧)
(i) દુઃખરૂપ વેદનાનો સંપર્ક થવા પર તેને દૂર કરવાનું પ્રણિધાન કરવું. (સૂત્ર-૯૩૨)
(i) શુભ વિષયો અને સુખરૂપ વેદના દૂર થતા હોય તો તેના સંપર્ક માટે પ્રણિધાન કરવું. (સૂત્ર-૯૩૩)
(iv) ઉગ્ર તપ કરીને કામી જીવોની જેમ તેના ફળ રૂપે સાંસારિક સુખોની પ્રાપ્તિના પ્રણિધાનરૂપ નિયાણું કરવું. (સૂત્ર-૯/૩૪)
શોક, આક્રંદ, વિલાપ, ઝગડો કરવો, માયા, ઈર્ષ્યા, અરતિ, સ્ત્રીકથા, ભોજનકથા, મિત્રનો રાગ, સ્વજનનો રાગ વગેરે આર્તધ્યાનના લક્ષણો છે.
આર્તધ્યાનના મુખ્ય ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે – (૧) વિલાપ કરવો (૨) આંખમાં આંસુ લાવીને રડવું (૩) દીનતા કરવી (૪) માથુ કૂટવું, છાતી પીટવી વગેરે.
આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્તસંયતોને હોય છે. એટલે પહેલા ગુણઠાણાથી છઠ્ઠા ગુણઠાણા* સુધીના જીવોને હોય છે. (સૂત્ર૯/૩૫) તત્ત્વાર્થની સિદ્ધસેનીય ટીકામાં આર્તધ્યાનના સ્વામી ૪થા
* ગુણઠાણાનું સ્વરૂપ આગળ (પાના નં. ૪૦૭-૪૧૦ ઉપર) કહેવાશે.