________________
પ્રકીર્ણક તપ
૩૮૩
| (iv) વ્યુપરતક્રિયાઅનિવર્તીિ- મનોયોગ, વચનયોગ અને કાયયોગનો નિરોધ કર્યા પછી અયોગી કેવળી ભગવંતોને શૈલેષી અવસ્થામાં આ ધ્યાન હોય છે. (સૂત્ર-૯૪૦,૯૪૨) આ અવસ્થામાં જીવ કોઈ ક્રિયા કરતો નથી. આ ધ્યાન પછી જીવ પાછો ફરતો નથી પણ સીધો મોક્ષમાં જાય છે. માટે આ ધ્યાનને સુપરતક્રિયાઅનિવર્તીિ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન ૧૪માં ગુણઠાણે હોય છે.
શુક્લધ્યાનનું ફળ મોક્ષ છે. શુક્લધ્યાન મોક્ષનું કારણ છે. (સૂત્ર૯૩૦).
બાહ્યતા અને અત્યંતરતા ઉપરાંત પ્રકીર્ણતા અનેક પ્રકારનો છે
(૧) યવમળા ચંદ્રપ્રતિમા તપ - શુક્લપક્ષમાં જેમ ચંદ્રની વૃદ્ધિ થાય તેમ શુક્લપક્ષમાં એકમે એક કવલ વાપરવો, બીજે બે કવલ વાપરવા, ત્રીજે ત્રણ કવલ વાપરવા. એમ દરરોજ એક એક કવલ વધારતા પૂનમે ૧૫ કવલ વાપરવા. કૃષ્ણપક્ષમાં એકમે ૧૫ કવલ વાપરવા. કૃષ્ણપક્ષમાં જેમ ચંદ્રની હાનિ થાય છે, તેમ પછી દરરોજ ૧-૧ કવલ ઘટાડતા અમાસે ૧ કવલ વાપરવો. આ યવમધ્યા ચંદ્રપ્રતિમા તપ છે.
(૨) વાજમધ્યા ચંદ્રપ્રતિમા તપ - કૃષ્ણપક્ષમાં એકમે ૧૫ કવલ વાપરવા. ત્યાર પછી દરરોજ ૧-૧ કવલ ઘટાડતા અમાસે ૧ કવલ વાપરવો. શુક્લપક્ષમાં એકમે ૧ કવલ વાપરવો. ત્યાર પછી દરરોજ ૧-૧ કવલ વધારતા પૂનમે ૧૫ કવલ વાપરવા. આ વ્રજમધ્યા ચંદ્રપ્રતિમા તપ છે.
(૩) કનકાવલી તપ - પહેલા ૧ ચોથભક્ત કરવો, પછી છ કરવો, પછી અઠ્ઠમ કરવો, પછી ૮ છઠ્ઠ કરવા, પછી ક્રમશઃ ચોથભક્ત
A ઉત્તરપારણે અને પારણે એકાસણી કરવાપૂર્વક ઉપવાસ કરવો તે ચોથભક્ત છે.