________________
ચાર પ્રતિમા, લઘુસર્વતોભદ્ર તપ
૩૮૭
વાપરે. બીજા ૭ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર સપ્તકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ સાતમા સપ્તકમાં દ૨૨ોજ ૭-૭ ભિક્ષા વાપરે. કુલ ૪૯ દિવસ છે.
(૯) અષ્ટઅષ્ટમિકા પ્રતિમા - પહેલા ૮ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૮ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર અષ્ટકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ આઠમા અષ્ટકમાં દ૨૨ોજ ૮-૮ ભિક્ષા વાપરે. કુલ ૬૪ દિવસ છે.
(૧૦) નવનવમિકા પ્રતિમા - પહેલા ૯ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૯ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર નવકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ નવમા નવકમાં દરરોજ ૯-૯ ભિક્ષા વાપરે. કુલ ૮૧ દિવસ છે.
(૧૧) દશદશમિકા પ્રતિમા - પહેલા ૧૦ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૧૦ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર દશકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ દશમા દશકમાં દરરોજ ૧૦૧૦ ભિક્ષા વાપરે. કુલ ૧૦૦ દિવસ છે.
-
(૧૨) લઘુસર્વતોભદ્ર તપ - પહેલી પંક્તિમાં ચોથભક્ત - છઠ્ઠ - અઠ્ઠમ ૪ ઉપવાસ - ૫ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૪ ઉપવાસ૫ ઉપવાસ-ચોથભક્ત - છઠ્ઠ - અઠ્ઠમ કરવા. ત્રીજી પંક્તિમાં છઠ્ઠ અક્રમ-૪ ઉપવાસ - ૫ ઉપવાસ - ચોથભક્ત કરવા. ચોથી પંક્તિમાં ૫ ઉપવાસ ચોથભક્ત છઠ્ઠ - અઠ્ઠમ ૪ ઉપવાસ કરવા. પાંચમી પંક્તિમાં અક્રમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ – ચોથભક્ત - છઠ્ઠ કરવા.
-
-
-
-
આમાં તપના દિવસ ૭૫ છે, પારણાના દિવસ ૨૫ છે. કુલ ૧૦૦ દિવસ છે, એટલે ૩ માસ અને ૧૦ દિવસ છે. ચાર લઘુસર્વતોભદ્ર