________________
૩૯૧
સાધુની બાર પ્રતિમા
(૨) ભિક્ષા સમયની શરૂમાં, મધ્યમાં અને અંતે ગોચરી જાય. પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, પતંગવીથિ, સબુક્કવૃત્ત, ગવારત્યાગતા આ ૬ ગોચરભૂમિઓમાં ચરે.
(૩) જ્યાં પોતે જણાય ત્યાં ૧ રાત્રી રહે. જ્યાં પોતે ન જણાય ત્યાં ૧ રાત્રી કે બે અહોરાત્ર રહે, તેથી વધુ નહીં.
(૪) માગવું, પૂછવું, રજા લેવી, જવાબ આપવો – આ કારણોસર બોલે, અન્યથા નહીં.
(૫) આગમનગૃહ, વિકટગૃહ (ખુલ્લુ ઘર), વૃક્ષમૂલ – આ ત્રણ ઉપાશ્રયમાં રહે.
(૬) પૃથ્વીનો સંથારો, લાકડાનો સંથારો, યથાસ્તીર્ણ સંથારો (પાથરેલો સંથારો) – આ ત્રણ સંથારામાં સૂવે.
(૭) કોઈ તેમના ઉપાશ્રયમાં આગ લગાડે તો ત્યાંથી નીકળે નહીં.
(૮) પગમાં લાગેલ કાંટો વગેરે કે આંખમાં પડેલ તણખલું વગેરે કાઢે નહીં. જલમાં કે સ્થલમાં જ્યાં સૂર્ય આથમે ત્યાંથી એક ડગલું પણ ચાલે નહીં.
(૯) અચિત્ત પાણીથી પણ હાથ-પગ ન ધુવે.
(૧૦) સામે આવતા દુષ્ટ હાથી, ઘોડા વગેરેના ડરથી એક પગલું પણ સરકે નહીં.
(૨) દ્વિમાસિકી પ્રતિમા - બે માસમાં દરરોજ ભોજનની ૨ દત્તિ અને પાણીની ૨ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિકી પ્રતિમાની જેમ જાણવી.
(૩) ત્રિમાસિકી પ્રતિમા - ૩ માસમાં દરરોજ ભોજનની ૩ દત્તિ