________________
૩૭૮
- વ્યુત્સર્ગ, ધ્યાન (૧) વાચના - ભણવું-ભણાવવું તે વાચના. (૨) પૃચ્છના - સંદેહ પડે તો સૂત્ર અને અર્થ પૂછવા તે પૃચ્છના.
(૩) અનુપ્રેક્ષા - સૂત્ર અને અર્થનો ઉચ્ચારણ વિના મનથી અભ્યાસ કરવો તે અનુપ્રેક્ષા.
(૪) આમ્નાય - દોષથી વિશુદ્ધ એવું પરાવર્તન કરવું તે આમ્નાય. (૫) ધર્મોપદેશ-બીજાને સૂત્ર-અર્થનું વ્યાખ્યાન કરવું તે ધર્મોપદેશ.
() વ્યુત્સર્ગ વિવિધ પ્રકારની વસ્તુઓનો ત્યાગ તે વ્યુત્સર્ગ અથવા ઉપયોગપૂર્વક કાયા અને વાણીની પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ તેના બે ભેદ છે – (સૂત્ર-૯૨૬).
(૧) બાહ્ય વ્યુત્સર્ગ - જીવોથી સંસક્ત, અકથ્ય કે વધારાના આહાર, પાણી, ૧૨ પ્રકારની ઉપધિ વગેરેનો ત્યાગ તે બાહ્ય વ્યુત્સર્ગ.
૧૨ પ્રકારની ઉપધિ - પાત્રા, પાત્રાબંધન (ઝોળી), ગુચ્છા, પાત્રકેસરીકા (ચરવાળી), પલ્લા, રજસ્ત્રાણ, પાત્રસ્થાપન (પાત્રાસન), ત્રણ કપડા, રજોહરણ અને મુહપત્તિ.
(૨) અર્થાતર વ્યુત્સર્ગ - તેના બે ભેદ છે - (i) શરીરનો વ્યુત્સર્ગ - અંતસમયે શરીરનો ત્યાગ કરવો તે.
(i) કષાયનો વ્યુત્સર્ગ - સંસારમાં પરિભ્રમણમાં કારણભૂત એવા કષાયોનો ત્યાગ કરવો તે.
(i) ધ્યાન - ઉત્તમ સંઘયણવાળા છબસ્થ જીવનું એક આલંબન ઉપર ચિત્તને સ્થિર કરવું તે છદ્મસ્થનું ધ્યાન છે. (સૂત્ર-૯૨૭) મનોયોગ, વચનયોગ અને કાયયોગનો વિરોધ કરવો (અટકાવવા) તે કેવળીઓનું ધ્યાન છે. તત્ત્વાર્થાધિગમસૂત્રની સિદ્ધસેનગણિ કૃત ટીકામાં કહ્યું છે કે, કેવળીઓના વચનયોગ અને કાયયોગનો નિરોધ એ કેવળીઓનું ધ્યાન. કેવળજ્ઞાન થયા પછી મનનો વ્યાપાર ન હોવાથી કેવળીઓને મન હોતું નથી.' ઉત્તમ સંઘયણ એટલે પહેલા ચાર સંઘયણ. ચિત્તનો નિરોધ