________________
ઊણોદરી
૩૬૭ (૨) ઈંગિનીમરણ અનશન - ચારિત્ર લીધા પછી છેલ્લી અવસ્થામાં ચારે આહારના પચ્ચખ્ખાણ કરી નક્કી કરેલ દેશમાં સંક્રમ કરતો અને ચેષ્ટા કરતો સાધુ જે પ્રાણ છોડે તે ઇંગિનીમરણ અનશન.
(૩) ભક્તપરિજ્ઞા અનશન - ગચ્છમાં રહેલ સાધુ અંતે ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પચ્ચખ્ખાણ કરીને, મૃદુ સંથારા ઉપર સંથારીને, શરીર વગેરે ઉપકરણોનું મમત્વ છોડીને, પોતે નવકાર ગણતો કે બીજા સાધુ પાસેથી નવકાર સાંભળતો, પડખા ફેરવતો, સમાધિપૂર્વક કાળ કરે તે ભક્તપરિજ્ઞા અનશન.
(i) ઊણોદરી - ભૂખ કરતા ઓછું ભોજન કરવું તે ઊણોદરી. પુરુષનો આહાર ૩૨ કોળીયાનો છે. અહીં મુખને વિકૃત કર્યા વિના જે મુખમાં પ્રવેશી શકે તે ૧ કોળિયાનું પ્રમાણ જાણવું. ઊણોદરીના ૫ ભેદ
છે -
(૧) અલ્પાહાર ઊણોદરી - ૧ કોળીયાથી ૮ કોળીયા સુધી વાપરવા તે.
૧ કોળીયો વાપરવો તે જઘન્ય અલ્પાહાર ઊણોદરી. ૮ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ અલ્પાહાર ઊણોદરી. ૨ થી ૭ કોળીયા વાપરવા તે મધ્યમ અલ્પાહાર ઊણોદરી. . (૨) ઉપાધુ ઊણોદરી - ૯ કોળીયાથી ૧૨ કોળીયા સુધી વાપરવા તે.
૯ કોળીયા વાપરવા તે જઘન્ય ઉપાધ ઊણોદરી. ૧૨ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ ઉપાધ ઊણોદરી. ૧૦-૧૧ કોળીયા વાપરવા તે મધ્યમ ઉપાધ ઊણોદરી. (૩) ભાગદ્વય ઊણોદરી - ૧૩ કોળીયાથી ૧૬ કોળીયા સુધી વાપરવા તે.
૧૩ કોળીયા વાપરવા તે જઘન્ય ભાગદ્વય ઊણોદરી. ૧૬ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ ભાગદ્વય ઊણોદરી. ૧૪-૧૫ કોળીયા વાપરવા તે મધ્યમ ભાગદ્વય ઊણોદરી.