________________
વિનય
૩૭૩
(૯) ઉપસ્થાપનŪ - તેના બે પ્રકાર છે -
(i) અનવસ્થાપ્ય - કહેલો તપ જ્યાં સુધી ન કરાય ત્યાં સુધી ફરી વ્રતોમાં કે લિંગમાં ન સ્થપાય તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત. તે પૂર્ણ થયા પછી ફરી ચારિત્ર અપાય. સાધર્મિક કે અન્ય ધર્મોની ચોરી, હાથથી મારવું વગેરે અકાર્ય કરનારના અતિચાર આ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે.
(ii) *પારંચિક - મહાસત્ત્વસાળી આચાર્યોને જધન્યથી છ મહિનાથી લઈ ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી અપ્રગટ લિંગ ધારણ કરવાપૂર્વક, જિનકલ્પ સમાન આચારપૂર્વક બહાર રહી વિપુલ તપ ન કરે ત્યાંસુધી ફરી વ્રતોમાં કે લિંગમાં ન સ્થપાય તે પારંચિક પ્રાયશ્ચિત્ત. તે એ રીતે જ અતિચારોના પારને પામે માટે તેને પારંચિક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. તે પૂર્ણ થયા પછી ફરી ચારિત્ર અપાય છે. સ્વલિંગી સાધ્વીને કે રાજરાણીને સેવનારા, સાધુનો કે રાજાનો વધ કરનારા, દુષ્ટ, મૂઢ, પરસ્પરકરણ વગેરે કરનારને પારંચિક પ્રાયશ્ચિત્ત અપાય છે.
દેશ, કાળ, શક્તિ, સંઘયણ, સંયમવિરાધના, કાય (પૃથ્વીકાય વગેરે)-ઇન્દ્રિયજાતિ (એકેન્દ્રિય વગેરે)-ગુણ (રાગ, દ્વેષ, મોહ)ની ઉત્કટતા વગેરેને આશ્રયીને આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત યથાયોગ્ય રીતે અપાય છે અને આચરાય છે.
(ii) વિનય - જેનાથી ૮ પ્રકારના કર્મો દૂર થાય તે વિનય. તેના ૪ ભેદ છે - (સૂત્ર-૯/૨૩)
(૧) જ્ઞાનવિનય - જ્ઞાનના ભક્તિ, બહુમાન, શ્રદ્ધા વગેરે તે જ્ઞાનવિનય. તેના ૫ ભેદ છે - (૧) મતિજ્ઞાનવિનય (૨) શ્રુતજ્ઞાન
અન્યત્ર પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર બતાવ્યા છે. તેમાં નવમું અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત અને દસમું પારાંચિત પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ⭑ અન્યત્ર આને પારાંચિત કહ્યું છે.