SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ઊણોદરી ૩૬૭ (૨) ઈંગિનીમરણ અનશન - ચારિત્ર લીધા પછી છેલ્લી અવસ્થામાં ચારે આહારના પચ્ચખ્ખાણ કરી નક્કી કરેલ દેશમાં સંક્રમ કરતો અને ચેષ્ટા કરતો સાધુ જે પ્રાણ છોડે તે ઇંગિનીમરણ અનશન. (૩) ભક્તપરિજ્ઞા અનશન - ગચ્છમાં રહેલ સાધુ અંતે ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પચ્ચખ્ખાણ કરીને, મૃદુ સંથારા ઉપર સંથારીને, શરીર વગેરે ઉપકરણોનું મમત્વ છોડીને, પોતે નવકાર ગણતો કે બીજા સાધુ પાસેથી નવકાર સાંભળતો, પડખા ફેરવતો, સમાધિપૂર્વક કાળ કરે તે ભક્તપરિજ્ઞા અનશન. (i) ઊણોદરી - ભૂખ કરતા ઓછું ભોજન કરવું તે ઊણોદરી. પુરુષનો આહાર ૩૨ કોળીયાનો છે. અહીં મુખને વિકૃત કર્યા વિના જે મુખમાં પ્રવેશી શકે તે ૧ કોળિયાનું પ્રમાણ જાણવું. ઊણોદરીના ૫ ભેદ છે - (૧) અલ્પાહાર ઊણોદરી - ૧ કોળીયાથી ૮ કોળીયા સુધી વાપરવા તે. ૧ કોળીયો વાપરવો તે જઘન્ય અલ્પાહાર ઊણોદરી. ૮ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ અલ્પાહાર ઊણોદરી. ૨ થી ૭ કોળીયા વાપરવા તે મધ્યમ અલ્પાહાર ઊણોદરી. . (૨) ઉપાધુ ઊણોદરી - ૯ કોળીયાથી ૧૨ કોળીયા સુધી વાપરવા તે. ૯ કોળીયા વાપરવા તે જઘન્ય ઉપાધ ઊણોદરી. ૧૨ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ ઉપાધ ઊણોદરી. ૧૦-૧૧ કોળીયા વાપરવા તે મધ્યમ ઉપાધ ઊણોદરી. (૩) ભાગદ્વય ઊણોદરી - ૧૩ કોળીયાથી ૧૬ કોળીયા સુધી વાપરવા તે. ૧૩ કોળીયા વાપરવા તે જઘન્ય ભાગદ્વય ઊણોદરી. ૧૬ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ ભાગદ્વય ઊણોદરી. ૧૪-૧૫ કોળીયા વાપરવા તે મધ્યમ ભાગદ્વય ઊણોદરી.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy