________________
૩૬૮
વૃત્તિપરિસંખ્યાન
(૪) પ્રમાણપ્રાપ્ત ઊણોદરી - ૧૭ કોળીયાથી ૨૪ કોળીયા સુધી વાપરવા
તે.
૧૭ કોળીયા વાપરવા તે જઘન્ય પ્રમાણપ્રાપ્ત ઊણોદરી. ૨૪ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ પ્રમાણપ્રાપ્ત ઊણોદરી. ૧૮ થી ૨૩ કોળીયા વાપરવા તે મધ્યમ પ્રમાણપ્રાપ્ત ઊણોદરી.
(૫) કિંચિદૂન ઊણોદરી - ૨૫ કોળીયાથી ૩૧ કોળિયા સુધી વાપરવા તે.
૨૫ કોળીયા વાપરવા તે જઘન્ય કિંચિદૂન ઊણોદરી. ૩૧ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ કિંચિદૂન ઊણોદરી. ૨૬ થી ૩૦ કોળીયા વાપરવા તે મધ્યમ કિંચિદૂન ઊણોદરી.
સ્ત્રીનો આહાર ૨૮ કોળીયા છે. એટલે ૫ પ્રકારની ઊણોદરીમાં તે પ્રમાણે કોળિયા જાણવા.
(iii) વૃત્તિપરિસંખ્યાન - ગોચરીમાં દત્તિ-ભિક્ષા વગેરેના અભિગ્રહને ધારણ કરવા તેમજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહોને ધારણ કરવા તે વૃત્તિપરિસંખ્યાન.
દ્રવ્યથી અભિગ્રહ - અમુક દ્રવ્ય જ વાપરવા, બીજા નહીં.
ક્ષેત્રથી અભિગ્રહ - એક પગ ડહેલીની અંદર રાખીને અને એક પગ ડહેલીની બહાર રાખીને વહોરાવે તો જ વહોરવું વગેરે.
કાળથી અભિગ્રહ - બધા ભિક્ષાચરો પાછા ફરી ગયા હોય ત્યારે જે મળે તે વહોરવું વગેરે.
ભાવથી અભિગ્રહ - હસતો કે રડતો કે બેડીથી બંધાયેલો દાતા વહોરાવે તો વહોરવું વગેરે.
(iv) રસત્યાગ ૪ મહાવિગઈઓનો સંપૂર્ણ ત્યાગ કરવો, ૬ વિગઈઓનો યથાશક્તિ ત્યાગ કરવો, વિરસ-રૂક્ષ ભોજન વગેરેના અભિગ્રહો કરવા તે રસત્યાગ.