________________
રસત્યાગ
૩૬૯
જેનાથી આત્માને વિકાર થાય તે વિગઈ. અથવા જે આત્માને દુર્ગતિમાં લઈ જાય તે વિગઈ. ૪ મહાવિગઈ -
(૧) માં - દારૂ. તે બે પ્રકારે છે – (i) કાષ્ઠનો – વનસ્પતિનો (i) પિષ્ટનો – લોટનો (૨) માંસ - તે ૩ પ્રકારે છે – (i) જલચરનું, (i) સ્થલચરનું, (i) ખેચરનું. (૩) મધ - તે ૩ પ્રકારે છે – (1) કુતિયા (જંગલમાં ઉત્પન્ન થતા સુદ્ર જંતુઓ)નું (i) માખીઓનું (i) ભમરીઓનું (૪) માખણ - તે ૪ પ્રકારે છે –
(i) ગાયનું, (i) ભેંસનું, (i) બકરીનું, (iv) ઘેટીનું. ૬ વિગઈ -
(૧) દૂધ - તે ૫ પ્રકારે છે – (i) ગાયનું, (i) ભેસનું, (i) બકરીનું, (v) ઘેટીનું, (v) ઊંટડીનું.* (૨) દહીં - તેના ૪ પ્રકાર છે - (i) ગાયનું, (i) ભેસનું, (i) બકરીનું, (iv) ઘેટીનું. * ઊંટડીના દૂધમાંથી દહીં, માખણ અને ઘી ન થાય.