________________
૩૭૦
વિવિફતશય્યાસનતા (૩) ઘી - તેના ૪ પ્રકાર છે -- (i) ગાયનું, (i) ભેસનું, (i) બકરીનું, (iv) ઘેટીનું. (૪) ગોળ - તેના ૨ પ્રકાર છે - (i) દ્રવ (પ્રવાહી) ગોળ, (i) પિંડ (ઘની ગોળ. (૫) તેલ - તેના ૪ પ્રકાર છે - (i) તલનું, (i) સરસવનું, (i) અળસીનું, (iv) કસુંબીના ઘાસનું. (૬) અવગાહિમ (કડા) વિગઈ-પકવાન વગેરે. તેના બે પ્રકાર છે - (૧) ઘીમાં તળેલું, (૨) તેલમાં તળેલું.
ચારે મહાવિગઈઓમાં સરખા વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. માંસમાં નિગોદના અનંત જીવોની ઉત્પત્તિ છે. વળી મહાવિગઈઓ બહુ વિકાર કરનારી છે. માટે મહાવિગઈઓનો સર્વથા ત્યાગ કરવો.
વિગઈઓ વિકાર કરનારી હોવાથી તેમનો પણ યથાશક્તિ ત્યાગ કરવો.
() વિવિક્તશય્યાસનતા - સ્ત્રી-પશુ-નપુંસક રહિત, એકાંતવાળા, શૂન્યગૃહ, દેવકુલ, સભા, પર્વતની ગુફા વગેરે સ્થાનોમાં ઇન્દ્રિયો, કષાયો અને મન-વચન-કાયાનું નિયંત્રણ કરીને રહેવારૂપ સંલીનતા તે વિવિક્તશય્યાસનતા.
ઈન્દ્રિયસંલિનતા - ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા તે.
કષાયસંલિનતા - ઉદયમાં નહીં આવેલા કષાયોનો નિરોધ કરવો અને ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા તે.
મનસંલિનતા - અકુશળ મનનો વિરોધ કરવો, કુશળ મનની ઉદીરણા કરવી તે.