________________
કાયફલેશ, અત્યંતર તપ
૩૭૧ વચનસંલિનતા - અકુશળ વચનનો નિરોધ કરવો, કુશળ વચનની ઉદીરણા કરવી તે.
કાયસંલિનતા - કાર્ય વિના નિશ્ચલ આસનમાં રહેવું, કાર્ય આવે ત્યારે કાયાને જયણાપૂર્વક પ્રવર્તાવવી તે.
(vi) કાયક્લેશ - કાયાને વિવેકપૂર્વક કષ્ટ આપવું તે કાયક્લેશ. તે અનેક પ્રકારે છે – કાઉસ્સગ્નમાં ઊભા રહેવું, વીરાસન-ઉત્કટુકાસનએક પડખે સૂવું - દંડની જેમ સીધા સૂવું, આતાપના લેવી, ઠંડીમાં ઓઢવું નહીં વગેરે.
છ પ્રકારના બાહ્યતપથી નિઃસંગપણું, શરીરની લઘુતા, ઇન્દ્રિયોનો વિજય, સંયમની રક્ષા અને કર્મનિર્જરા થાય છે.
(૨) અત્યંતરતા - લોકો જાણી ન શકે એવો તપ તે અત્યંતરતા. લોકોમાં જેની ગણતરી તપ તરીકે નથી થતી એવો તપ તે અત્યંતર તા. તેના છ ભેદ છે – (સૂત્ર-૯/૨૦,૯૨૧) | (i) પ્રાયશ્ચિત્ત - લાગેલા અતિચારોને ગુરુ સમક્ષ પ્રગટ કરીને તેમનો દંડ લેવો અને તેને વહન કરી આપવો તે. તેના ૯ ભેદ છે – (સૂત્ર-૯/૨૨)
(૧) આલોચન - લાગેલા અતિચારો ગુરુને જણાવવા તે. કેટલાક અતિચારો એવા હોય છે, જે ગુરુને જણાવવા માત્રથી શુદ્ધ થઈ જાય છે.
(૨) પ્રતિક્રમણ - લાગેલા અતિચારોનું મિચ્છામિ દુક્કડું દેવું તે. કેટલાક અતિચારો એવા હોય છે જે મિચ્છામિ દુક્કડં દેવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. . (૩) તદુભય - લાગેલા અતિચારો પહેલા ગુરુને જણાવવા અને પછી ગુરુના કહ્યા મુજબ તેનું મિચ્છામિ દુક્કડં દેવું તે. કેટલાક અતિચારો આ રીતે શુદ્ધ થાય છે.