________________
નવ પ્રકારના પ્રાયશ્ચિત્ત
(૪) વિવેક - ઉપયોગવાળા ગીતાર્થે પહેલા ગ્રહણ કરેલ અન્ન, પાણી, ઉપકરણો વગેરે પછીથી અશુદ્ધ છે એવું જણાતા તેમનો ત્યાગ કરવો તે. તેમાં લાગેલ અતિચાર તે જ રીતે શુદ્ધ થાય છે.
૩૭૨
(૫) વ્યુત્સર્ગ - વ્યુત્સર્ગ એટલે કાઉસ્સગ્ગ. કાઉસ્સગ્ગ એટલે પ્રણિધાનપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારનો ત્યાગ. કેટલાક અતિચારો કાઉસ્સગ્ગ કરવાથી શુદ્ધ થાય છે. દા.ત. અશુદ્ધ અન્ન-પાણી-ઉપકરણ વગેરે પરઠવ્યા પછી, ગમનાગમન પછી, વિહાર પછી, શ્રુત ભણતી વખતે, સાવઘ સ્વપ્ર જોયા પછી, નદી ઊતર્યા પછી, સ્પંડિલ-માત્રુ પરઠવ્યા પછી કાઉસ્સગ્ગ કરવો. તે તે ક્રિયાઓમાં લાગેલ અતિચારોની શુદ્ધિ તે કાઉસ્સગ્ગથી થાય છે.
(૬) તપ - બાહ્ય અનશન વગેરે તપ અને પ્રકીર્ણક તપ કરવો તે. કેટલાક અતિચારોની શુદ્ધિ તપથી થાય છે.
(૭) છેદ - મહાવ્રતોનું આરોપણ કર્યા પછીના ચારિત્રપર્યાયમાંથી દિવસ, પક્ષ, માસ, વર્ષનો છેદ કરવો તે. તપ કરવા અસમર્થ, તપની શ્રદ્ધા નહીં કરનારો, તપથી જેનું દમન શક્ય નથી એવા અતિપરિણામી સાધુના અતિચારોની શુદ્ધિ આ પ્રાયશ્ચિત્તથી થાય છે.
(૮) પરિહાર - પરિહાર પ્રાયશ્ચિત્ત પામેલ સાધુની સાથે બીજા સાધુઓ એક માસથી છ માસ સુધી વંદન, વાતચીત, અન્ન-પાણી આપવા વગેરે ક્રિયાઓનો ત્યાગ કરે. ત્યાર પછી તેને મૂલ પ્રાયશ્ચિત્ત અપાય છે, એટલે કે ફરીથી મહાવ્રતોનું આરોપણ કરાય છે. સંકલ્પપૂર્વકનો પ્રાણાતિપાત, દર્પથી મૈથુન સેવવું, ઉત્કૃષ્ટ મૃષાવાદ બોલવું વગેરે અતિચારો સેવનારા સાધુના અતિચારો આ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. અન્ય ગ્રંથોમાં પરિહાર પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ પ્રાયશ્ચિત્ત કહેલ છે.