________________
૩૫૨
રસબંધ -
કર્મોનો વિપાક એટલે કે ઉદય એટલે કે ફળ એ જ રસ છે. (સૂત્ર૮/૨૨) ફળની અપેક્ષાએ કર્મો ૪ પ્રકારના છે - (૧) ક્ષેત્રવિપાકી (૨) જીવવિપાકી (૩) ભવવિપાકી અને (૪) પુદ્ગવિપાકી.
(૧) ક્ષેત્રવિપાકી કર્મો - ક્ષેત્ર એટલે આકાશ એટલે કે વિગ્રહગતિ. તેમાં જ જેનો ઉદય થાય તે ક્ષેત્રવિપાકી કર્મો. તેના ૪ ભેદ છે નરકાનુપૂર્વીનામકર્મ, તિર્યંચાનુપૂર્વીનામકર્મ, મનુષ્યાનુપૂર્વીનામકર્મ, દેવાનુપૂર્વીનામકર્મ.
(૨) જીવવિપાકી કર્મો - જે કર્મો જીવને વિષે જ પોતાનું ફળ બતાવે તે જીવવિપાકી કર્યો. તેના ૭૮ ભેદ છે -
*. | મૂળપ્રકૃતિ ભેદ
૧
જ્ઞાનાવરણ
૫
૨
૩
૫
૬
૭
દર્શનાવરણ ૯
વેદનીય
મોહનીય
નામ
ગોત્ર
અંતરાય
કુલ
રસબંધ
૨
૨૮
૨૭
૨
૫
૭૮
ઉત્તરપ્રકૃતિ
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃપર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા ૫ સાતાવેદનીય, અસાતાવેદનીય
દર્શનમોહનીય ૩, ૧૬ કષાય, ૯ નોકષાય
ગતિ ૪, જાતિ ૫, વિહાયોગતિ ૨, ઉચ્છ્વાસ, તીર્થંકરનામ, ત્રસ ૩, સુભગ ૪, સ્થાવર ૩, દુર્ભગ ૪
ઉચ્ચગોત્ર, નીચગોત્ર
દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય