________________
૩૫૮
પુણ્યકર્મ-પાપકર્મ અંગે બે મતોમાં ભેદ પૂર્વે પાના નં. ૨૬૨-૨૬૩ ઉપર પુણ્યકર્મના ૪૨ ભેદ અને પાપકર્મના ૮૨ ભેદ કહ્યા છે તે કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ વગેરેના મતે જાણવા.
અહીં પુણ્યકર્મના ૪૫ ભેદ અને પાપકર્મના ૮૧ ભેદ કહ્યા છે. તે તત્ત્વાર્થ મતે જાણવા.
બન્ને મતોમાં ભેદ આ પ્રમાણે છે(૧) કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ મતે મોહનીયની બધી પ્રવૃતિઓ પાપપ્રકૃતિઓ છે. તત્ત્વાર્થ મતે સભ્યત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, મોહનીયની આ ચાર પ્રકૃતિઓ પુણ્યપ્રકૃતિઓ છે અને બાકીની ૨૪ પ્રકૃતિઓ પાપપ્રકૃતિઓ છે.
(૨) કર્મગ્રંથ, કર્મપ્રકૃતિમતે તિર્યંચાયુષ્ય પુણ્યપ્રકૃતિ છે. તત્ત્વાર્થ મતે તિર્યંચાયુષ્ય પાપપ્રકૃતિ છે.
પૂર્વે પાના નં. ૨૬૨-૨૬૩ ઉપર પુણ્યકર્મ - પાપકર્મના ભેદ બંધની અપેક્ષાએ કહ્યા હોવાથી તેમાં સમ્યક્વમોહનીયમિશ્રમોહનીયની ગણત્રી કરી નથી. અહીં પુણ્યકર્મ-પાપકર્મના ભેદ ઉદયની અપેક્ષાએ કહ્યા હોવાથી તેમાં સમ્યક્વમોહનીય-મિશ્રમોહનીયની ગણત્રી કરી છે.
• તોફાની છોકરાને તોફાન કર્યા વિના ચેન ન પડે. આરાધકને
આરાધના કર્યા વિના ચેન ન પડે. • પૈસા, પાણી, ભોજન વગેરેનો વેડફાટ આપણને ગમતો નથી,
પણ સમયના વેડફાટનો આપણને અણગમો ખરો ? • કષ્ટ પોતે સ્વીકારે અને ઇષ્ટ બીજાને આપે તે જ સાચા સંત.