________________
૨૮૨
પ્રમાદના પ્રકાર
૬) સ્મૃતિભ્રંશ - ભૂલી જવાનો સ્વભાવ. ૭) ધર્મમાં અનાદર - જિનધર્મમાં ઉદ્યમ ન કરવો. ૮) યોગોનું દુષ્પણિધાન - મન-વચન-કાયાને દુષ્ટ કરવા. આ ૫ કે ૮ પ્રમાદવાળો હોય તે પ્રમાદી.
કેટલાક એમ કહે છે કે પ્રયત્ન વિનાનો અને સમિતિ વિનાનો હોય તે પ્રમાદી. પ્રયત્ન બે પ્રકારનો છે - (i) જીવ અને અજીવ પદાર્થોનું જ્ઞાન કરવું તે, અને (i) ઈર્યાસમિતિ વગેરે પાંચ સમિતિનું પાલન કરવું તે.
પ્રાણો ૧૦ પ્રકારે છે - પાંચ ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયદળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય.
હિંસાના પર્યાયવાચી શબ્દો - હિંસા, મરણ, પ્રાણાતિપાત, પ્રાણવધ, દેહાંતરસંક્રમણ, પ્રાણવ્યપરોપણ વગેરે.
દ્રવ્ય-ભાવથી હિંસાના ૩ ભાંગા - ૧) દ્રવ્યથી હિંસા હોય, ભાવથી હિંસા ન હોય. ૨) દ્રવ્યથી હિંસા ન હોય, ભાવથી હિંસા હોય. ૩) દ્રવ્યથી હિંસા હોય, ભાવથી હિંસા હોય. પહેલા ભાગમાં પ્રમાદીપણું નથી. બીજા-ત્રીજા ભાંગામાં પ્રમાદીપણું છે. તેથી પહેલા ભાંગામાં હિંસા નથી, બીજા-ત્રીજા ભાંગામાં હિંસા છે.
૨) અસત્ય - પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી જે અસત્ બોલે તે અસત્ય. (સૂત્ર-૭/૯) અસત્ ૩ પ્રકારે છે –
(૧) સદ્ભાવનો પ્રતિષેધ - તે બે પ્રકારે છે -