________________
૨૯૪
સંલેખના વ્રત
૩) પૌષધોપવાસવ્રત - પૌષધ એટલે પર્વ. પર્વના દિવસે આહાર, શરીરસત્કાર, મૈથુન અને સાવદ્ય કર્મનો ત્યાગ કરવો તે પૌષધોપવાસવ્રત.
૪) અતિથિસંવિભાગવત - ન્યાયથી ઉપાર્જેલા, કલ્પનીય આહારપાણી વગેરે દ્રવ્યો દેશ-કાળને ઉચિત એવા શ્રદ્ધા-સત્કાર સહિત, પોતાની ઉપર ઉપકાર થયો એવી બુદ્ધિથી સંયતોને આપવા તે અતિથિસંવિભાગ વ્રત.
સંલેખના વ્રત - શ્રાવક કાળ, સંઘયણની દુર્બળતા, ઉપસર્ગ વગેરે દોષોને લીધે આવશ્યકની હાનિ કે મરણને જાણીને છટ્ટ-અટ્ટમ વગેરે તપોથી શરીર અને કષાયોની સંલેખના કરીને સંયમ સ્વીકારી ચતુર્વિધ આહારના પચ્ચખાણ કરીને અનશનની આરાધના કરે તે સંલેખના વ્રત. (સૂત્ર-૭/૧૭)
જન્મદિવસ આવે ત્યારે માણસ ખુશ થાય છે. જન્મદિવસ તો એમ સૂચવે છે કે, “તારા જીવનમાંથી એક વરસ ઓછું થયું. એટલે કે તારું મોત એક વરસ નજીક આવ્યું. તું મોત તરફ ઢસડાયો.” • મરણ નિવારવું હોય તો જન્મને નિવારવો જરૂરી છે. જન્મને નિવારવા કર્મોને નિવારવા જરૂરી છે. કર્મોને નિવારવા રાગદ્વેષને નિવારવા જરૂરી છે. માટે રાગ-દ્વેષને નિવારવાના પ્રયત્નો કરવા.. આ જગતના જીવો યમરાજરૂપી કસાઈના વાડામાં પૂરાયેલા ઢોર જેવા છે. આપણી નજર સમક્ષ યમરાજ રોજ થોડા જીવોને ઉપાડી જાય છે. ત્યારે આપણે મજેથી શી રીતે જીવાય ?