________________
કષાયમોહનીયકર્મ
(ii) અપ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય માન કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ.
૩૧૮
(iii) અપ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય માયા કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ.
(iv) અપ્રત્યાખ્યાનાવરણીયલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય લોભ કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયલોભમોહનીયકર્મ.
(૩) પ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ - જે કષાય જીવને અલ્પ પચ્ચક્ખાણ કરવા દે પણ સર્વ સાવધના પચ્ચક્ખાણ ન કરવા દે તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય. જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય કષાય કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે -
(i) પ્રત્યાખ્યાનાવરણીયક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયક્રોધમોહનીયકર્મ.
(ii) પ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય માન કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ.
(iii) પ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય માયા કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ.