________________
૩૨૬
બંધનનામકર્મ અંગનામકર્મ તેના ૬ ભેદ છે - શિરનામકર્મ, ઉરનામકર્મ, પૃઇનામકર્મ, બાહુનામકર્મ, ઉદરનામકર્મ, પાદનામકર્મ. (A) ઉપાંગનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ ઉપાંગો બનાવે તે ઉપાંગનામકર્મ. તેના અનેક ભેદ છે - મસ્તકનામકર્મ, લલાટનામકર્મ, ઓઇ (હોઠ)નામકર્મ, નયનનામકર્મ, કર્ણનામકર્મ વગેરે. (ii) અંગોપાંગનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ અંગોપાંગ બનાવે તે અંગોપાંગનામકર્મ. તેના અનેક ભેદ છે - કેશ નામકર્મ, પર્વનામકર્મ, રોમનામકર્મ, નખનામકર્મ વગેરે. અંગ ૮ છે - બે પગ, બે બાહુ, પેટ, છાતી, પીઠ, મસ્તક.
ઉપાંગ એટલે અંગના અવયવ. દા.ત. આંખ, કાન, નાક, આંગળી વગેરે.
અંગોપાંગ એટલે ઉપાંગના અવયવ. દા.ત. કેશ, રોમ, પર્વ, નખ વગેરે.
તૈજસશરીર અને કાર્યણશરીરમાં અંગોપાંગ હોતા નથી. (૫) બંધનનામકર્મ- જે કર્મના ઉદયથી શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોનો
પરસ્પર સંબંધ થાય તે બંધનનામકર્મ. તેના પાંચ ભેદ છે – d) ઔદારિકબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત
ઔદારિક પુદ્ગલોનો ગૃહ્યમાણ ઔદારિક પુગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકબંધનનામકર્મ. (i) વૈક્રિયબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત વૈક્રિય પુદ્ગલોનો ગૃધ્રમાણ વૈક્રિય પુદ્ગલોની સાથે સંબંધ થાય તે વૈક્રિયબંધનનામકર્મ. * પૂર્વગૃહીત=પૂર્વે ગ્રહણ કરેલા. D ગૃહ્યમા=વર્તમાનમાં ગ્રહણ કરાતા.