________________
ત્રસદશક
૩૩૯ વધુ ને વધુ સૂક્ષ્મ દોરો કાંતતા વધુ ને વધુ સમય લાગે છે, તેમ ઉત્તરોત્તર પર્યાયિઓ પૂર્ણ થતાં વધુ ને વધુ સમય લાગે છે. તત્ત્વાર્થભાષ્યમાં ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિની ભેગી એક જ પર્યાપ્તિ કહી છે, તેથી કુલ પાંચ પર્યાપ્તિ કહી છે. એકેન્દ્રિયને પહેલી ચાર પર્યાપ્તિઓ હોય. વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય. સંજ્ઞી પંચેન્દ્રિયને છએ પર્યાપ્તિઓ હોય. (૪) પ્રત્યેકનામકર્મ- જે કર્મના ઉદયથી જીવનું સ્વતંત્ર જુદું ઔદારિક વગેરે શરીર થાય તે પ્રત્યેકનામકર્મ. (૫) સ્થિર નામકર્મ - જે કર્મના ઉદયથી દાંત, હાડકા, મસ્તક વગેરે અવયવો સ્થિર થાય તે સ્થિર નામકર્મ. (૬) શુભનામકર્મ - જે કર્મના ઉદયથી નાભિની ઉપરના શુભ અવયવો જીવને પ્રાપ્ત થાય તે શુભનામકર્મ. નાભિની ઉપરના અવયવો શુભ ગણાય છે અને નાભિની નીચેના અવયવો અશુભ ગણાય છે. તેથી મસ્તકથી કોઈ સ્પર્શ કરે તો આનંદ થાય છે અને પગથી સ્પર્શ કરે તો દુઃખ થાય છે. (૭) સુભગનામકર્મ - જે કર્મના ઉદયથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, અનુપકારી છતાં પ્રિય લાગે તે સુભગનામકર્મ. (૮) સુસ્વરનામકર્મ - જે કર્મના ઉદયથી સાંભળનારને પ્રીતિ થાય તેવા મધુર સ્વરની પ્રાપ્તિ થાય તે સુસ્વરનામકર્મ. (૯) આયનામકર્મ - જે કર્મના ઉદયથી ગમે તેવું યુક્તિ વિનાનું વચન બોલે તો પણ બધાને સ્વીકાર્ય બને અને દર્શન માત્રથી સન્માન વગેરે પામે તે આદેયનામકર્મ.