________________
૩૩૮
છ પર્યાપ્તિ
(૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મનને યોગ્ય દલિકોને ગ્રહણ કરે તે આહારપર્યાપ્તિ. (૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ગ્રહણ કરેલા શરીર યોગ્ય પુદ્ગલોમાંથી શરીર બનાવે તે શરીરપર્યાપ્તિ. (૩) ઈન્દ્રિયપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શરીર રૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી ઇન્દ્રિય બનાવે તે ઇન્દ્રિયપર્યામિ. (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુલોને ગ્રહણ કરે, તેમને શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવે અને તેમનું વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસ પર્યાતિ. (૫) ભાષાપતિ - જે શક્તિથી જીવ ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને ભાષારૂપે પરિણમાવે અને તેમનું વિસર્જન કરે તે ભાષાપર્યાપ્તિ. (૬) મનપર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનોવર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેમને મનરૂપે પરિણમાવે અને તેમનું વિસર્જન કરે તે મનપર્યાપ્તિ. ઉત્તરોત્તર પર્યાપ્તિ વધુ ને વધુ સૂક્ષ્મ પુદ્ગલોથી બનેલ હોવાથી વધુ ને વધુ સૂક્ષ્મ છે. તેથી બધી પર્યાપ્તિઓની શરૂઆત એકસાથે થવા છતાં તેમની સમાપ્તિ ક્રમે કરીને થાય છે. ઔદારિકશરીરમાં ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછી ક્રમશઃ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત શેષ પર્યાપ્તિઓ પૂર્ણ થાય છે. વૈક્રિયઆહારક શરીરોમાં ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાતિ પૂર્ણ થાય, પછી અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય, પછી ક્રમશઃ સમયે સમયે શેષ પર્યાપ્તિઓ પૂર્ણ થાય છે. જેમ એકસાથે શરૂ કરવા છતાં