________________
સ્થાવરદશક
(૧૦) યશનામકર્મ - જે કર્મના ઉદયથી યશ, કીર્તિ, પ્રશંસા વગેરેની પ્રાપ્તિ થાય તે યશનામકર્મ. દાન-પુણ્યથી પ્રાપ્ત થાય તે કીર્તિ, પરાક્રમથી પ્રાપ્ત થાય તે યશ. અથવા, એક દિશામાં ફેલાય તે કીર્તિ, સર્વ દિશાઓમાં ફેલાય તે યશ.
૩૪૦
(ii) સ્થાવરદશક - સ્થાવરનામકર્મ વગેરે ૧૦ કર્મપ્રકૃતિઓનો સમૂહ તે સ્થાવરદશક. તે ૧૦ કર્મપ્રકૃતિઓ આ પ્રમાણે છે -
(૧) સ્થાવરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને સ્થાવરપણાની પ્રાપ્તિ થાય તે સ્થાવરનામકર્મ.
(૨) સૂક્ષ્મનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને સૂક્ષ્મપણાની પ્રાપ્તિ થાય તે સૂક્ષ્મનામકર્મ.
(૩) અપર્યાપ્તનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ક૨વા સમર્થ ન બને તે અપર્યાપ્તનામકર્મ.
(૪) સાધારણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને અનંતા જીવો વચ્ચે એક એવું સાધારણશરીર મળે તે સાધારણનામકર્મ.
(૫) અસ્થિરનામકર્મ - જે કર્મના ઉદયથી કાન, જીભ વગેરે અવયવો અસ્થિર (ચંચળ) થાય તે અસ્થિરનામકર્મ.
(૬) અશુભનામકર્મ - જે કર્મના ઉદયથી નાભિની નીચેના અશુભ અવયવોની પ્રાપ્તિ થાય તે અશુભનામકર્મ.
(૭) દુર્ભાગનામકર્મ - જે કર્મના ઉદયથી ઉપકારી હોય તો પણ અપ્રિય બને તે દુર્ભગનામકર્મ.
(૮) દુઃસ્વરનામકર્મ - જે કર્મના ઉદયથી સાંભળનારને અપ્રીતિ થાય તેવા કર્કશ સ્વરની પ્રાપ્તિ થાય તે દુઃસ્વરનામકર્મ.
(૯) અનાદેયનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું યુક્તિસંગત વચન પણ માન્ય ન થાય તથા યોગ્ય હોવા છતાં સત્કાર વગેરે ન પામે તે અનાદેયનામકર્મ.