________________
૩૩૪
સ્પર્શનામકર્મ (૧૨) સ્પર્શનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે સ્પર્શની
પ્રાપ્તિ થાય તે સ્પર્શનામકર્મ. તેના ૮ ભેદ છે - (૧) કર્કશસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર પથ્થર વગેરેની જેમ કર્કશ બને તે કર્કશસ્પર્શનામકર્મ. આને કઠિનસ્પર્શનામકર્મ પણ કહેવાય છે. (૨) મૃદુસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર માખણ વગેરેની જેમ કોમળ થાય તે મૂદુસ્પર્શનામકર્મ. (૩) ગુરુસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર વજ વગેરેની જેમ ગુરુ થાય તે ગુરુસ્પર્શનામકર્મ. (૪) લઘુસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આકડાના રૂ વગેરેની જેમ લઘુ થાય તે લઘુસ્પર્શનામકર્મ. (૫) સ્નિગ્ધસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર તેલ વગેરેની જેમ સ્નિગ્ધ થાય તે સ્નિગ્ધસ્પર્શનામકર્મ. (૬) રૂક્ષસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર રાખ વગેરેની જેમ રૂક્ષ થાય તે રૂક્ષસ્પર્શનામકર્મ. (૭) શીતસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કમળની દાંડી વગેરેની જેમ ઠંડુ થાય તે શીતસ્પર્શનામકર્મ. (૮) ઉષ્ણસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર અગ્નિ
વગેરેની જેમ ઉષ્ણ થાય તે ઉષ્ણસ્પર્શનામકર્મ. (૧૩) આનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી ભવાંતરમાં
જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે આનુપૂર્વીનામકર્મ. તેના ૪ ભેદ છે –