________________
૩૩૨
વર્ણનામકર્મ વીંટાયેલ હોય તે ઋષભનારાયસંઘયણ. કર્મપ્રકૃતિ વગેરેમાં બીજું વજનારાચસંઘયણ કહ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે – જેમાં બે બાજુ મર્કટબંધથી બંધાયેલા બે હાડકા ઉપર બંનેને ભેદનારી ખીલી હોય તે વજનારાચસંઘયણ.' (૩) નારાચસંઘયણ - જેમાં બે હાડકા માત્ર મર્કટબંધથી બંધાયેલા હોય તે નારાચસંઘયણ. (૪) અર્ધનારાચસંઘયણ - જેમાં બે હાડકા એક બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય અને બીજી બાજુ ખીલીથી બંધાયેલા હોય તે અર્ધનારાચસંઘયણ. (૫) કલિકાસંઘયણ - જેમાં બે હાડકા માત્ર ખીલીથી બંધાયેલા હોય તે કલિકાસંઘયણ. (૬) સૃપાટિકાસંઘયણ - જેમાં બે હાડકા માત્ર અંતે સ્પર્શેલા હોય અને ચામડી-સ્નાયુ-માંસથી બંધાયેલા હોય તે સુપાટિકાસંઘયણ.
કર્મગ્રંથ વગેરેમાં આને સેવાર્ત સંઘયણ કે છેદસ્કૃષ્ટ સંઘયણ કહ્યું છે. (૯) વર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે વર્ણની
પ્રાપ્તિ થાય તે વર્ણનામકર્મ. તેના ૫ ભેદ છે – (૧) કૃષ્ણવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કોલસા વગેરે જેવું કાળુ થાય તે કૃષ્ણવર્ણનામકર્મ. (૨) નીલવર્ણનામકર્મ- જે કર્મના ઉદયથી જીવનું શરીર મરકતમણી વગેરે જેવું લીલુ થાય તે નીલવર્ણનામકર્મ. (૩) રક્તવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હિંગુલ વગેરેની જેવું લાલ થાય તે રક્તવર્ણનામકર્મ.