________________
બંધનનામકર્મ
૩૨૭ (iii) આહારકબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહારક પુગલોનો ગૃધમાણ આહારક પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકબંધનનામકર્મ. (i) તૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તૈજસ પુદ્ગલોનો ગૃહ્યમાણ તૈજસ પુગલોની સાથે સંબંધ થાય તે તૈજસબંધનનામકર્મ. () કામણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કાર્પણ પુદ્ગલોનો ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે કામણબંધનનામકર્મ. મતાંતરે બંધનનામકર્મના ૧૫ ભેદ છે –
(૧) ઔદારિકઔદારિકબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત ઔદારિક પુલોનો ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકઔદારિબંધનનામકર્મ.
(૨) ઔદારિકતૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોનો ગૃહીત તે ગૃહ્યમાણ તૈજસ પુગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકતૈજસબંધનનામકર્મ.
(૩) દારિકકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક પુગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકકાર્મણબંધનનામકર્મ.
(૪) દારિકતૈજસકાર્પણબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક, તૈજસ, કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે ઔદારિકતૈજસકાર્પણબંધનનામકર્મ.
(૫) વૈક્રિયવૈક્રિયબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત વૈક્રિય