________________
૩૧૬
મોહનીયકર્મ (૧) દર્શનમોહનીયકર્મ અને (૨) ચારિત્રમોહનયકર્મ (૧) દર્શનમોહનીયકર્મ-દર્શન-સમ્યકત્વ. વીતરાગ સર્વજ્ઞ ભગવાનને
દેવ માનવા, પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોને ગુરુ માનવા અને કેવલીભગવંતે પ્રરૂપેલ ધર્મને ધર્મ માનવો એ સમ્યકત્વ છે. જે કર્મ જીવના સમ્યકત્વ ગુણને ઢાંકે તે દર્શનમોહનીયકર્મ. તેના ૩ ભેદ
છે -
(4) મિથ્યાત્વમોહનીયકર્મ - જે કર્મ જીવને તત્ત્વભૂત પદાર્થો ઉપર
શ્રદ્ધા ન કરવા દે તે મિથ્યાત્વમોહનીયકર્મ. ii) મિશ્રમોહનીયકર્મ જે કર્મ જીવને તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધા
પણ ન કરવા દે અને અશ્રદ્ધા પણ ન કરવા દે તે મિશ્રમોહનીયકર્મ. ) સમ્યકત્વમોહનીયકર્મ - જે કર્મ જીવને તત્ત્વભૂત પદાર્થો ઉપર
શ્રદ્ધા કરાવે તે સમ્યક્ત્વમોહનીયકર્મ. આ ત્રણમાંથી માત્ર મિથ્યાત્વમોહનીયકર્મ જ બંધાય છે, મિશ્રમોહનીયકર્મ અને સમ્યકત્વમોહનીયકર્મ બંધાતા નથી. મિથ્યાત્વમોહનીયકર્મ જ્યારે અર્ધવિશુદ્ધ થાય ત્યારે તે જ મિશ્રમોહનીયકર્મ બને. મિથ્યાત્વમોહનીયકર્મ જયારે સંપૂર્ણ વિશુદ્ધ થાય ત્યારે તે જ સમ્યકત્વમોહનીયકર્મ બને.
સમ્યકત્વ એ આત્માનો ગુણ છે. તે સમ્યકત્વમોહનીયકર્મના ઉદયથી થતો નથી. પરંતુ સમ્યક્ત્વમોહનીયકર્મના દલિકો વિશુદ્ધ હોવાથી સમ્યકત્વનો ઘાત કરી શકતા નથી. તેથી ઉપચારથી એમ કહેવાય કે સમ્યકત્વમોહનીયકર્મના ઉદયથી જીવને તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધા થાય છે. સમ્યક્ત્વમોહનીયકર્મ ક્યારેક સમ્યક્તમાં અતિચાર લગાડે. (૨) ચારિત્રમોહનીયકર્મ - જે કર્મ જીવના ચારિત્ર ગુણને ઢાંકે તે