________________
વેદનીયકર્મ
૩૧૫
દ્વારા સુખેથી જાગી શકાય તે નિદ્રા. જે કર્મથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ.
(૬) નિદ્રાનિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાંથી મુશ્કેલીથી જાગી શકાય તે નિદ્રાનિદ્રા. જે કર્મથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ.
(૭) પ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘે તે પ્રચલા. જે કર્મથી પ્રચલા આવે તે પ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ.
(૮) પ્રચલાપ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં ચાલતા ચાલતા ઊંઘે તે પ્રચલાપ્રચલા. જે કર્મથી પ્રચલાપ્રચલા આવે તે પ્રચલાપ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ.
(૯) થીણદ્ધિવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં દિવસે જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્યને રાત્રે નિદ્રાવસ્થામાં કરે તે થીણદ્ધિ. જે કર્મથી થીણદ્ધિ આવે તે થીણદ્ધિવેદનીયદર્શનાવરણકર્મ,
૩) વેદનીયકર્મ - જે કર્મ જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવે તે વેદનીયકર્મ. તેના બે ભેદ છે - (સૂત્ર-૮/૯)
(૧) સાતાવેદનીયકર્મ - જે કર્મ જીવને સુખનો અનુભવ કરાવે તે સાતાવેદનીયકર્મ.
(૨) અસાતાવેદનીયકર્મ - જે કર્મ જીવને દુઃખનો અનુભવ કરાવે તે અસાતાવેદનીયકર્મ.
૪) મોહનીયકર્મ - જે કર્મ જીવને સંસારમાં મુંઝાવે, અથવા સાચાખોટાના વિવેક વિનાનો કરે તે મોહનીયકર્મ. તેના બે ભેદ છે - (સૂત્ર-૮/૧૦)