SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનીયકર્મ ૩૧૫ દ્વારા સુખેથી જાગી શકાય તે નિદ્રા. જે કર્મથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ. (૬) નિદ્રાનિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાંથી મુશ્કેલીથી જાગી શકાય તે નિદ્રાનિદ્રા. જે કર્મથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ. (૭) પ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘે તે પ્રચલા. જે કર્મથી પ્રચલા આવે તે પ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ. (૮) પ્રચલાપ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં ચાલતા ચાલતા ઊંઘે તે પ્રચલાપ્રચલા. જે કર્મથી પ્રચલાપ્રચલા આવે તે પ્રચલાપ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ. (૯) થીણદ્ધિવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં દિવસે જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્યને રાત્રે નિદ્રાવસ્થામાં કરે તે થીણદ્ધિ. જે કર્મથી થીણદ્ધિ આવે તે થીણદ્ધિવેદનીયદર્શનાવરણકર્મ, ૩) વેદનીયકર્મ - જે કર્મ જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવે તે વેદનીયકર્મ. તેના બે ભેદ છે - (સૂત્ર-૮/૯) (૧) સાતાવેદનીયકર્મ - જે કર્મ જીવને સુખનો અનુભવ કરાવે તે સાતાવેદનીયકર્મ. (૨) અસાતાવેદનીયકર્મ - જે કર્મ જીવને દુઃખનો અનુભવ કરાવે તે અસાતાવેદનીયકર્મ. ૪) મોહનીયકર્મ - જે કર્મ જીવને સંસારમાં મુંઝાવે, અથવા સાચાખોટાના વિવેક વિનાનો કરે તે મોહનીયકર્મ. તેના બે ભેદ છે - (સૂત્ર-૮/૧૦)
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy