________________
૩૧૪
જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ (૧) મતિજ્ઞાનાવરણકર્મ - જે કર્મ મતિજ્ઞાનને ઢાંકે તે મતિજ્ઞાનાવરણકર્મ. (૨) શ્રુતજ્ઞાનાવરણકર્મ- જે કર્મ શ્રુતજ્ઞાનને ઢાંકે તે શ્રુતજ્ઞાનાવરણકર્મ. (૩) અવધિજ્ઞાનાવરણકર્મ - જે કર્મ અવધિજ્ઞાનને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણકર્મ. (૪) મન:પર્યવજ્ઞાનાવરણકર્મ - જે કર્મ મન:પર્યવજ્ઞાનને ઢાંકે તે મન:પર્યવજ્ઞાનાવરણકર્મ. (૫) કેવળજ્ઞાનાવરણકર્મ - જે કર્મ કેવળજ્ઞાનને ઢાંકે તે
કેવળજ્ઞાનાવરણકર્મ. ૨) દર્શનાવરણકર્મ - જે કર્મ વસ્તુના સામાન્યબોધરૂપ દર્શનગુણને ઢાંકે
તે દર્શનાવરણકર્મ. તેના ૯ ભેદ છે - (સૂત્ર-૮૮) (૧) ચક્ષુદર્શનાવરણકર્મ - જે કર્મ આંખથી થતા વસ્તુના સામાન્યબોધરૂપ ચક્ષુદર્શનને ઢાંકે તે ચક્ષુદર્શનાવરણકર્મ. (૨) અચક્ષુદર્શનાવરણકર્મ - જે કર્મ આંખ સિવાયની ૪ ઇન્દ્રિયો અને મનથી થતા વસ્તુના સામાન્યબોધરૂપ અચક્ષુદર્શનને ઢાંકે તે અચક્ષુદર્શનાવરણકર્મ. (૩) અવધિદર્શનાવરણકર્મ - જે કર્મ અમુક મર્યાદામાં રહેલ રૂપી દ્રવ્યોના સામાન્યબોધરૂપ અવધિદર્શનને ઢાંકે તે અવધિદર્શનાવરણ
કર્મ.
(૪) કેવળદર્શનાવરણકર્મ - જે કર્મ લોકાલોકના સર્વ દ્રવ્યોના સામાન્યબોધરૂપ કેવળદર્શનને ઢાંકે તે કેવળદર્શનાવરણકર્મ. (૫) નિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાંથી નખની ચપટી વગેરે