________________
૩૨૨
આયુષ્યકર્મ ૫) આયુષ્યકર્મ - જે કર્મ જીવને ભવમાં પકડી રાખે તે આયુષ્યકર્મ.
તેના ૪ ભેદ છે – (સૂત્ર-૮/૧૧) (૧) નરકાયુષ્યકર્મ - જે કર્મ જીવને નરકના ભવમાં રાખે તે નરકાયુષ્ય કર્મ. (૨) તિર્યંચાયુષ્યકર્મ - જે કર્મ જીવને તિર્યંચના ભવમાં રાખે તે તિર્યંચાયુષ્ય કર્મ. (૩) મનુષ્યાયુષ્યકર્મ - જે કર્મ જીવને મનુષ્યના ભવમાં રાખે તે મનુષ્પાયુષ્ય કર્મ. (૪) દેવાયુષ્યકર્મ - જે કર્મ જીવને દેવના ભવમાં રાખે તે દેવાયુષ્ય
કર્મ. ૬) નામકર્મ - જે કર્મ જીવને ગતિ વગેરે પર્યાયોનો અનુભવ કરાવે તે
નામકર્મ. તેના ત્રણ ભેદ છે – (A) પિંડપ્રકૃતિ, (B) પ્રત્યેકપ્રકૃતિ
અને (C) ત્રસદશક-સ્થાવરદશક. (સૂત્ર-૮/૧૨) (A) પિંડપ્રકૃતિ - સમુદાયવાળી પ્રકૃતિ તે પિંડપ્રકૃતિ. તેના ૧૪ ભેદ છે(૧) ગતિનામકર્મ- જે કર્મ જીવને તે તે ગતિમાં મોકલે તે ગતિનામકર્મ
તેના ૪ ભેદ છે – H) નરકગતિનામકર્મ - જે કર્મ જીવને નરકગતિમાં મોકલે તે નરકગતિનામકર્મ. (I) તિર્યંચગતિનામકર્મ - જે કર્મ જીવને તિર્યંચગતિમાં મોકલે તે તિર્યંચગતિનામકર્મ. (iii) મનુષ્યગતિનામકર્મ - જે કર્મ જીવને મનુષ્યગતિમાં મોકલે તે મનુષ્યગતિનામકર્મ.