________________
આ વ્રત અતિચાર પ્રકરણ :
• બાર વ્રતોના અતિચારો - ૫ વ્રતો અને ૭ શીલો દરેકના ૫-૫ અતિચારો છે. તે આ પ્રમાણે – (સૂત્ર-૭/૧૯).
૧) સમ્યક્તના પાંચ અતિચારો - (સૂત્ર-૭/૧૮)
(૧) શંકા - અત્યંત સૂક્ષ્મ, અતીન્દ્રિય, માત્ર આગમગમ્ય પદાર્થોમાં જે સંદેહ થવો તે શંકા.
(૨) કાંક્ષા - આલોક-પરલોક સંબંધી વિષયોની આશંસા તે કાંક્ષા. અથવા અન્ય અન્ય ધર્મોની ઇચ્છા કરવી તે કાંક્ષા.
(૩) વિચિકિત્સા | વિદ્વજુગુપ્સા - આમ પણ હોય છે અને આમ પણ હોય છે એવું બુદ્ધિનું ડામાડોળપણું તે વિચિકિત્સા. અથવા સાધુભગવંતોની નિંદા કરવી તે વિદ્વજુગુપ્સા.
(૪) અન્યદૃષ્ટિપ્રશંસા - અન્યદર્શનવાળાની સ્તવના કરવી તે અન્યદૃષ્ટિપ્રશંસા.
(૫) અન્યદૃષ્ટિસંસ્તવ - અન્ય દર્શનવાળાની સાથે રહીને તેમનો પરિચય કરવો તે અન્યદૃષ્ટિસંસ્તવ. અન્યદર્શનવાળા એટલે ૩૬૩ પાખંડીઓ. તે આ પ્રમાણે –
૧) ક્રિયાવાદી - જીવ વગેરે તત્ત્વો છે, એવું માને તે ક્રિયાવાદી. તેમના ૧૮૦ ભેદ છે. તે આ પ્રમાણે –