________________
૩૦૦
પહેલા અને બીજા વ્રતના અતિચાર ડરતા હોય તેવા) થવું. કારણસર મારવું પડે તો સાપેક્ષ રીતે મારવું.
(૩) છવિચ્છેદ - અંગોપાંગ છેદવા, ચામડીને ફાડવી તે. વિના કારણે છવિચ્છેદ ન કરવો. કારણે સાપેક્ષ રીતે કરવો.
(૪) અતિભારઆરોપણ - ખભા-પીઠ વગેરે ઉપર ઘણો ભાર સ્થાપવો તે.
ગૃહસ્થ ઉત્સર્ગથી ભાડાથી ગાડી ચલાવવા વગેરે વડે આજીવિકા ન કરવી. જીવવાનો બીજો ઉપાય ન હોય તો નોકરો, પશુઓ વગેરે ઉપર ઉચિત ભારથી ઓછો ભાર આરોપવો, તેમને ચારો-પાણી આપવા અને ગરમીમાં છોડી દેવા.
(૫) અન્નપાનનિરોધ - આહાર-પાણી ન આપવા તે.
વિના કારણે આહાર-પાણીનો નિરોધ ન કરવો. કારણે સાપેક્ષ રીતે કરવો. ૩) સ્કૂલમૃષાવાદવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૧)
(૧) મિથ્થોપદેશ પ્રમાદથી બીજાને પીડા થાય તેવું વચન બોલવું, વસ્તુના સ્વરૂપથી વિપરીત ઉપદેશ આપવો, ઝગડામાં એકને બીજાને ઠગવાનો ઉપદેશ આપવો.
(૨) રહસ્યાભ્યાખ્યાન - એકાંતમાં કોઈની ખોટી વાત બીજાને કહેવી તે. દા.ત. ઘરડી સ્ત્રીને કહે કે તારો પતિ કુમારીમાં આસક્ત છે.
(૩) કૂટલેખક્રિયા - ખોટો લેખ કરવો તે. (૪) ન્યાસાપહાર - બીજાએ મૂકેલી થાપણનો અપલાપ કરવો તે.
(૫) સાકારમંત્રભેદ - બીજાના આકાર ઉપરથી ગુપ્તભાષણનું અનુમાન કરી અન્યને તે કહેવું તે.