SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ પહેલા અને બીજા વ્રતના અતિચાર ડરતા હોય તેવા) થવું. કારણસર મારવું પડે તો સાપેક્ષ રીતે મારવું. (૩) છવિચ્છેદ - અંગોપાંગ છેદવા, ચામડીને ફાડવી તે. વિના કારણે છવિચ્છેદ ન કરવો. કારણે સાપેક્ષ રીતે કરવો. (૪) અતિભારઆરોપણ - ખભા-પીઠ વગેરે ઉપર ઘણો ભાર સ્થાપવો તે. ગૃહસ્થ ઉત્સર્ગથી ભાડાથી ગાડી ચલાવવા વગેરે વડે આજીવિકા ન કરવી. જીવવાનો બીજો ઉપાય ન હોય તો નોકરો, પશુઓ વગેરે ઉપર ઉચિત ભારથી ઓછો ભાર આરોપવો, તેમને ચારો-પાણી આપવા અને ગરમીમાં છોડી દેવા. (૫) અન્નપાનનિરોધ - આહાર-પાણી ન આપવા તે. વિના કારણે આહાર-પાણીનો નિરોધ ન કરવો. કારણે સાપેક્ષ રીતે કરવો. ૩) સ્કૂલમૃષાવાદવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૧) (૧) મિથ્થોપદેશ પ્રમાદથી બીજાને પીડા થાય તેવું વચન બોલવું, વસ્તુના સ્વરૂપથી વિપરીત ઉપદેશ આપવો, ઝગડામાં એકને બીજાને ઠગવાનો ઉપદેશ આપવો. (૨) રહસ્યાભ્યાખ્યાન - એકાંતમાં કોઈની ખોટી વાત બીજાને કહેવી તે. દા.ત. ઘરડી સ્ત્રીને કહે કે તારો પતિ કુમારીમાં આસક્ત છે. (૩) કૂટલેખક્રિયા - ખોટો લેખ કરવો તે. (૪) ન્યાસાપહાર - બીજાએ મૂકેલી થાપણનો અપલાપ કરવો તે. (૫) સાકારમંત્રભેદ - બીજાના આકાર ઉપરથી ગુપ્તભાષણનું અનુમાન કરી અન્યને તે કહેવું તે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy