________________
ત્રીજા અને ચોથા વ્રતના અતિચાર
૩૦૧ ૪) સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૨)
(૧) સ્તનપ્રયોગ - “તમે ચોરી કરો,” એમ ચોરોને ચોરી કરવામાં પ્રેરણા કરવી, અથવા ચોરી કરવામાં ઉપયોગી એવા ઉપકરણો બનાવવા, વેચવા તે.
(૨) સ્તુનાહતાદાન - ચોરોએ ચોરેલા દ્રવ્યને વિના મૂલ્ય કે વેચાતું લેવું તે.
(૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ - વિરોધી રાજાના રાજ્યમાં પ્રવેશવું તે.
(૪) હિનાધિકમાનોન્માન - બીજાને આપવાનું હોય ત્યારે માનઉન્માન ઓછુ કરવું, પોતે લેવાનું હોય ત્યારે માન-ઉન્માન વધુ કરવું તે. માન = કુડવ વગેરે, ઉન્માન = ત્રાજવું વગેરે.
(૫) પ્રતિરૂપકવ્યવહાર - અનાજમાં ડાંગર-ભૂસુ નાંખવા, તેલમાં ચરબી નાંખવી વગેરે. ૫) સ્કૂલમૈથુનવિરમણ વ્રતના પ અતિચાર - (સૂત્ર-૭/૨૩)
(૧) પરવિવાહકરણ - પોતાના સંતાનો સિવાય બીજાના વિવાહ કરવા તે.
(૨) ઇત્રપરિગૃહીતાગમન - બીજાએ અલ્પકાળ માટે ગ્રહણ કરેલી વેશ્યાને સેવવી તે.
(૩) અપરિગૃહીતાગમન - વેશ્યા, સ્વૈરિણી, જેનો પતિ બહારગામ ગયો છે તે પ્રોષિતભર્તૃકા વગેરે અનાથ સ્ત્રીઓને સેવવી તે.
(૪) અનંગક્રીડા - અનંગ એટલે કામ. તેનાથી ક્રીડા કરવી તે અનંગક્રીડા. કૃત્રિમ અંગોથી કામક્રીડા કરવી, હસ્તકર્માદિ કરવા, અતિશય કામરાગ ઉત્પન્ન થાય તેવી ક્રીડા કરવી વગેરે.