________________
૩૦૨
પાંચમા અને છઠ્ઠા વ્રતના અતિચાર (૫) તીવ્રકામાભિનિવેશ - તીવ્ર કામવાસના હોવી તે. સ્વસ્ત્રીમાં પણ અત્યંત કામાસક્તિ હોવી તે. ૬) સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૪)
(૧) ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિક્રમ - ક્ષેત્ર = જમીન, ખેતર વગેરે. વાસ્તુ = ઘર, મકાન વગેરે. તેમના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે.
(૨) હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ - હિરણ્ય = ચાંદી, સુવર્ણ = સોનું. તેમના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે.
(૩) ધનધાન્યપ્રમાણાતિક્રમ - ધન = ગાય વગેરે પશુઓ, ધાન્ય = ઘઉં વગેરે. તેમના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે.
(૪) દાસીદાસપ્રમાણતિક્રમ - દાસી-દાસના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે.
(૫) કુખ્યપ્રમાણાતિક્રમ - કુખ્ય = વાસણ, વસ્ત્ર વગેરે. તેમના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે. ૭) દિશાપરિમાણવ્રતના પ અતિચાર - (સૂત્ર-૭/૨૫)
(૧) ઊર્ધ્વવ્યતિક્રમ - ઊર્ધ્વદિશા (ઉપરની દિશા) ના પ્રમાણને ઓળંગવું તે.
(૨) અધોવ્યતિક્રમ - અધોદિશા (નીચેની દિશા) ના પ્રમાણને ઓળંગવું તે. | (૩) તિર્થવ્યતિક્રમ - પૂર્વ વગેરે ૮ દિશાઓના પ્રમાણને ઓળંગવું તે.
(૪) ક્ષેત્રવૃદ્ધિ - એક દિશાના પ્રમાણમાંથી અમુક પ્રમાણ લઈ બીજી દિશામાં વધારવું તે.
(૫) ઋત્યન્તર્ધાન - નિયમને ભૂલી જવો તે.