________________
સાતમા અને આઠમા વ્રતના અતિચાર
૩૦૩ ૮) ઉપભોગપરિભોગવ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૦)
(૧) સચિત્તાવાર - સચિત્તનો આહાર કરવો તે.
(૨) સચિત્તસંબદ્ધઆહાર - સચિત્તની સાથે સંબદ્ધનો આહાર કરવો. તે.
(૩) સચિત્તસંમિશ્રઆહાર - સચિત્તની સાથે સંમિશ્ર વસ્તુનો આહાર કરવો તે. દા.ત. દાડમના બીજવાળો ભાત વાપરવો તે.
(૪) અભિષવાહાર - કુંથવા, કીડી વગેરે સૂક્ષ્મ જંતુઓથી મિશ્ર આહાર કરવો તે, અથવા દારૂ વગેરેનો આહાર કરવો તે.
(૫) દુષ્પફવાહાર - અડધુ પાકેલું ભોજન કરવું તે. ૯) અનર્થદંડવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૭)
(૧) કંદર્પ - રાગથી યુક્ત એવો અસભ્ય વાક્યપ્રયોગ અને હાસ્ય તે કંદર્પ.
(૨) કીત્યુચ્ય - શરીરની દુષ્ટ ચેષ્ટાથી યુક્ત એવો રાગવાળો અસભ્ય વાક્યપ્રયોગ અને હાસ્ય તે કૌત્કચ્ય.
(૩) મૌખર્ય - સંબંધ વિનાનું બહુ બોલવું તે મૌખર્ય.
(૪) અસમીક્ષ્યાધિકરણ - જેનાથી આત્મા નરક વગેરે દુર્ગતિમાં જવાનો અધિકારી બને તે અધિકરણ. જે પોતાની ઉપર કોઈ ઉપકાર ન કરે, માત્ર બીજાનું પ્રયોજન સાથે તે અસમીક્ષ્યાધિકરણ. અધિકરણોને જોડીને તૈયાર રાખવા તે.
(૫) ઉપભોગાધિકત્વ - સ્નાન માટેનો સાબુ, અલંકાર વગેરે પોતાના ઉપભોગથી વધુ રાખવા તે. - ૧૦) સામાયિક વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૮)