SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા અને દસમા વ્રતના અતિચાર (૧) કાયદુપ્રણિધાન - કાયાને જયણા વિના પ્રવર્તાવવી તે. (૨) વાદુપ્રણિધાન - વાણીનો દુરુપયોગ કરવો તે. (૩) મનદુપ્રણિધાન - મનથી ખરાબ વિચારો કરવા તે. (૪) અનાદર - સામાયિક ચોક્કસ સમયે ન કરવું, જેમ તેમ કરવું તે. (૫) સ્મૃત્યનુપસ્થાપન - સામાયિક કર્યું કે નહિ ? તેનું વિસ્મરણ થવું તે. ૧૧) દેશાવગાસિક વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૬) ૩૦૪ (૧) આનયન - મર્યાદાની બહાર રહેલ વસ્તુને સંદેશો મોકલવા વગેરે વડે મર્યાદાની અંદર મંગાવવી તે. (૨) પ્રેષ્યપ્રયોગ - મર્યાદાની બહાર રહેલ કાર્યને કરવા બીજાને મોકલવા તે. (૩) શબ્દાનુપાત - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે અવાજ કરી ત્યાંના લોકોને બોલાવવા તે. (૪) રૂપાનુપાત - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે પોતાનું શરીર કે રૂપ ત્યાંના લોકોને બતાવવું, જેથી તે લોકો નજીક આવે તે. (૫) પુદ્ગલક્ષેપ - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે પથ્થર વગેરે નાંખી ત્યાંના લોકોને જણાવવું તે. ૧૨) પૌષધ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૯) (૧) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગ - નહિ જોયેલી, નહીં પૂંજેલી ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરવો તે. (૨) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતાદાનનિક્ષેપ - નહીં જોયેલી, નહીં પૂંજેલી વસ્તુ લેવી-મૂકવી તે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy