________________
અગ્યારમા અને બારમા વ્રતના અતિચાર
૩૦૫ (૩) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતસંસ્તારકોપક્રમણ - નહીં જોયેલી, નહીં પૂંજેલી ભૂમિ ઉપર સંથારો કરવો તે. (૪) અનાદર - પૌષધની ક્રિયાઓમાં ઉત્સાહ ન હોવો તે.
(૫) ઋત્યનુપસ્થાપન - પર્વ દિવસને ભૂલી જવો તે, અથવા પૌષધ કર્યો કે નહીં તે ભૂલી જવું તે. ૧૩) અતિથિસંવિભાગ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૧).
(૧) સચિત્તનિક્ષેપ - નહિ દેવાની બુદ્ધિથી અન્ન વગેરે સચિત્ત ઉપર મૂકવા તે.
(૨) સચિત્તપિધાન - નહિ દેવાની બુદ્ધિથી અન્ન વગેરેને સચિત્તથી ઢાંકવા તે.
(૩) પરવ્યપદેશ - નહિ દેવાની બુદ્ધિથી સાધુની સામે “આ દ્રવ્ય અમારું નથી બીજાનું છે” એમ કહેવું તે.
(૪) માત્સર્ય - ગુસ્સાથી ન આપવું તે, અથવા બીજા દાતાની ઈર્ષાથી આપવું તે.
(૫) કાલાતિક્રમ - ભિક્ષાને ઉચિત કાળની પહેલા અથવા પછી વાપરવું તે. ૧૪) સંલેખનાના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૨)
(૧) જીવિતાશંસા - અનશન વખતે મોટી પૂજા અને ઘણા લોકોને જોઈને જીવવાની ઇચ્છા થવી તે.
(૨) મરણાશંસા - અનશન વખતે કોઈ સેવા-ચાકરી કરતું ન હોવાથી કે કોઈ પ્રશંસા કરતું ન હોવાથી મરવાની ઇચ્છા કરવી તે.