________________
૩૦૬
સંલેખનાના અતિચાર
(૩) મિત્રાનુરાગŪ - અનશન વખતે પણ મિત્રો-સ્વજનો ઉપર સ્નેહ કરવો તે.
(૪) સુખાનુબંધ^ - અનુભવેલ પ્રીતિને અનશન વખતે મનમાં યાદ કરવી તે.
(૫) નિદાનકરણ - અનશન વખતે ‘આ તપથી મને ચક્રવર્તીપણું વગેરે મળે.’ એવી આશંસા કરવી તે.
આમ, સમ્યક્ત્વના ૫ અતિચાર, ૧૨ વ્રતોના ૬૦ અતિચાર અને સંલેખનાના ૫ અતિચાર થયા. એટલે કુલ ૭૦ અતિચાર થયા.
• ભૂલ આપણે કરી હોય તો સ્વીકારીને અને બીજાએ કરી હોય તો ભૂલીને હળવાફૂલ થવું જોઈએ.
• ધર્મીને દુઃખ આવે ત્યારે તેણે એમ વિચારવું કે પાપકર્મોનું દેવું પતે છે અને પુણ્યનું બેલેન્સ ઊભું થાય છે. પાપીના જીવનમાં સુખ જોઈ વિચારવું કે એનું પુણ્યનું બેલેન્સ ખલાસ થઈ રહ્યું છે અને એ પાપનું દેવું ઊભું કરી રહ્યો છે.
ધર્મી દુઃખી થાય છે અને પાપી સુખી થાય છે એમ વિચારીએ તો શ્રદ્ધા તુટી જાય, બીજા પાપી સારા લાગે, ધર્મી હીન લાગે. તેની બદલે એમ વિચારવું - દુઃખી પણ ધર્મ કરે છે અને સુખી પણ પાપ કરે. આમ વિચારવાથી ધર્મી મહાન લાગે અને પાપી પર દયા આવે.
[] અન્યત્ર અહીં ‘ઐહિકઆશંસા’ કહી છે. તેનો અર્થ આવો છે - આ જન્મ સંબંધી પૂજા, કીર્તિ વગેરેની ઇચ્છા તે ઐહિકઆશંસા.
A અન્યત્ર અહીં ‘આમુષ્મિકઆશંસા' કહી છે. તેનો અર્થ આવો છે - પરલોક સંબંધી સ્વર્ગના સુખ વગેરેની ઇચ્છા તે આમુષ્મિકઆશંસા.