________________
નવમા અને દસમા વ્રતના અતિચાર
(૧) કાયદુપ્રણિધાન - કાયાને જયણા વિના પ્રવર્તાવવી તે.
(૨) વાદુપ્રણિધાન - વાણીનો દુરુપયોગ કરવો તે.
(૩) મનદુપ્રણિધાન - મનથી ખરાબ વિચારો કરવા તે. (૪) અનાદર - સામાયિક ચોક્કસ સમયે ન કરવું, જેમ તેમ કરવું તે. (૫) સ્મૃત્યનુપસ્થાપન - સામાયિક કર્યું કે નહિ ? તેનું વિસ્મરણ થવું તે.
૧૧) દેશાવગાસિક વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૬)
૩૦૪
(૧) આનયન - મર્યાદાની બહાર રહેલ વસ્તુને સંદેશો મોકલવા વગેરે વડે મર્યાદાની અંદર મંગાવવી તે.
(૨) પ્રેષ્યપ્રયોગ - મર્યાદાની બહાર રહેલ કાર્યને કરવા બીજાને મોકલવા તે.
(૩) શબ્દાનુપાત - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે અવાજ કરી ત્યાંના લોકોને બોલાવવા તે.
(૪) રૂપાનુપાત - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે પોતાનું શરીર કે રૂપ ત્યાંના લોકોને બતાવવું, જેથી તે લોકો નજીક આવે તે.
(૫) પુદ્ગલક્ષેપ - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે પથ્થર વગેરે નાંખી ત્યાંના લોકોને જણાવવું તે.
૧૨) પૌષધ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૯)
(૧) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગ - નહિ જોયેલી, નહીં પૂંજેલી ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરવો તે.
(૨) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતાદાનનિક્ષેપ - નહીં જોયેલી, નહીં પૂંજેલી વસ્તુ લેવી-મૂકવી તે.