________________
શ્રાવકના ૧૨ વ્રતો
૨૯૧
એટલે શ્રાવકના ૧+૬+૧=૮ પ્રકાર થયા.
અથવા સમ્યક્વધારી+અણુવ્રતધારીના છ પ્રકાર દરેક વ્રતમાં સંભવે. તેથી ૬૮૫=૩૦. તેમાં સમ્યક્તધારીને અને સમ્યક્તધારી + અણુવ્રતધારી + ઉત્તરગુણધારીને ઉમેરતા ૩૨ પ્રકાર થાય. • શ્રાવકના ૧૨ વ્રતો - (સૂત્ર-૭/૧૬)
૫ અણુવ્રત (પૂર્વે પાના નં. ૨૭૮-૨૭૯ ઉપર કહ્યા છે) ૩ ગુણવ્રત ૪ શિક્ષાવ્રત ૧૨ વ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ ૭ને શીલ કહેવાય છે. ૩ ગુણવ્રત -
૧) દિશાપરિમાણ વ્રત - તીઠુ, ઉપર અને નીચે એમ દશે દિશાઓમાં જવાના પરિમાણનો અભિગ્રહ કરવો તે.
૨) ઉપભોગપરિભોગપરિમાણ વ્રત -
ઉપભોગ - જેનો એકવાર ભોગ થાય તે ઉપભોગ. ફૂલ, આહાર વગેરે. અથવા જેનો અંદર ભોગ થાય તે ઉપભોગ. દા.ત. આહાર વગેરે.
પરિભોગ - જેનો વારંવાર ભોગ થાય, અથવા જેનો બહાર ભોગ થાય તે પરિભોગ. દા.ત. વસ્ત્ર, અલંકાર વગેરે.
ઉપભોગ અને પરિભોગના સાધનોનું પરિમાણ નક્કી કરવું તે ઉપભોગપરિભોગપરિમાણ વ્રત. તે બે પ્રકારે છે - ભોજનથી અને કર્મથી.