SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના ૧૨ વ્રતો ૨૯૧ એટલે શ્રાવકના ૧+૬+૧=૮ પ્રકાર થયા. અથવા સમ્યક્વધારી+અણુવ્રતધારીના છ પ્રકાર દરેક વ્રતમાં સંભવે. તેથી ૬૮૫=૩૦. તેમાં સમ્યક્તધારીને અને સમ્યક્તધારી + અણુવ્રતધારી + ઉત્તરગુણધારીને ઉમેરતા ૩૨ પ્રકાર થાય. • શ્રાવકના ૧૨ વ્રતો - (સૂત્ર-૭/૧૬) ૫ અણુવ્રત (પૂર્વે પાના નં. ૨૭૮-૨૭૯ ઉપર કહ્યા છે) ૩ ગુણવ્રત ૪ શિક્ષાવ્રત ૧૨ વ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ ૭ને શીલ કહેવાય છે. ૩ ગુણવ્રત - ૧) દિશાપરિમાણ વ્રત - તીઠુ, ઉપર અને નીચે એમ દશે દિશાઓમાં જવાના પરિમાણનો અભિગ્રહ કરવો તે. ૨) ઉપભોગપરિભોગપરિમાણ વ્રત - ઉપભોગ - જેનો એકવાર ભોગ થાય તે ઉપભોગ. ફૂલ, આહાર વગેરે. અથવા જેનો અંદર ભોગ થાય તે ઉપભોગ. દા.ત. આહાર વગેરે. પરિભોગ - જેનો વારંવાર ભોગ થાય, અથવા જેનો બહાર ભોગ થાય તે પરિભોગ. દા.ત. વસ્ત્ર, અલંકાર વગેરે. ઉપભોગ અને પરિભોગના સાધનોનું પરિમાણ નક્કી કરવું તે ઉપભોગપરિભોગપરિમાણ વ્રત. તે બે પ્રકારે છે - ભોજનથી અને કર્મથી.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy