________________
૨૯૨
ઉપભોગપરિભોગપરિમાણ વ્રત
તેમાં ભોજનથી એટલે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ગંધ, માળા, પ્રાવરણ (પહેરવાના વસ્ત્ર), અલંકાર, શયન, આસન, ઘર, વાહન વગેરેનું પરિમાણ કરવું તે.
કર્મથી એટલે ૧૫ કર્માદાનનો ત્યાગ કરવો તે.
૧૫ કર્માદાન - ૧) અંગારકર્મ - કોલસા પાડવા, કુંભાર-લુહાર કે સોનીનું કાર્ય,
ધાતુના વાસણો બનાવવા, હોટલ, ઇંટો તથા ચૂનો પકવવા વગેરે
વડે આજીવિકા કરવી તે. ૨) વનકર્મ- વન કપાવવા, ખેતી કરવી, લાકડા કાપવા, બાગ-વાડી
વગેરે કરવા વગેરે. ૩) શકટકર્મગાડા, હળ, ગાડી, મોટર, સાયકલ વગેરે વાહન કે
તેના સાધનો બનાવવા તે. ૪) ભાટકકર્મ - ગાડી-મોટર વગેરે વડે ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો તે. ૫) સ્ફોટનકર્મ- જમીન-ખાણ વગેરે ફોડવાનો કે કૂવા-તળાવ વગેરે
ખોદવાનો-ખોદાવવાનો ધંધો કરવો તે. ૬) દંતવાણિજ્ય - હાથીદાંત, વાળ, નખ, શંખ, છીપ વગેરે
પ્રાણીઓના અવયવોનો વેપાર કરવો તે. ૭) લાખવાણિજ્ય - લાખ, ગળી, ટંકણખાર, સાબુ વગેરેનો વેપાર
કરવો તે. ૮) રસવાણિજ્ય - મધ, દારૂ, તેલ, ઘી વગેરે પ્રવાહીનો વેપાર
કરવો તે. ૯) કેશવાણિજ્ય - દાસ-દાસી, ગાય-ઘોડા, પંખીનો વેપાર કરવો તે.