________________
ચાર શિક્ષાવ્રત
૨૯૩
૧૦) વિષવાણિજ્ય - ઝેર, યંત્રો, શસ્ત્રો, હળ વગેરેનો વેપાર કરવો તે. ૧૧) યંત્રપીડન - દળવા-ખાંડવા-પીલવાનો કે મિલો-કારખાના
ચલાવવા રૂપ ધંધો કરવો તે. ૧૨) નિલંછનકર્મ - પશુ-પંખીઓના અવયવોને છેદવાનો ધંધો
કરવો તે. ૧૩) દવદાન - જંગલો બાળવા વગેરેનો ધંધો કરવો તે. ૧૪) શોષણકર્મ - કૂવા, તળાવ વગેરે સૂકવવાનો ધંધો કરવો તે. ૧૫) અસતીપોષણ - વેપાર કે સરકસ વગેરે માટે પશુ-પંખી પાળવાના,
પોસ્ટ્રીફાર્મ, વાઘરી, વેશ્યા, ચોર, કસાઈ, પારધીને પોષવાના ધંધા કરવા તે.
૩) અનર્થદંડવિરમણ વ્રત - જેમાં વિના કારણે જીવોની હિંસા થાય તે અનર્થદંડ. તેનાથી અટકવું તે અનર્થદંડવિરમણ વ્રત.
તેમાં ખોટા વિચારો, પાપી કાર્યોનો ઉપદેશ, હિંસક શસ્ત્રો આપવા, પ્રમાદ આચરવો વગેરેનો ત્યાગ કરવો.
૪ શિક્ષાવ્રત -
૧) સામાયિકવ્રત - અમુક કાળ સુધી સર્વસાવદ્યયોગના દ્વિવિધત્રિવિધ પચ્ચખાણ કરવા તે સામાયિકવ્રત.
૨) દેશાવગાસિકવ્રત- ઓરડા, ઘર, ગામ, સીમા વગેરેમાં જવાના પરિમાણનો અભિગ્રહ કરવો તે દેશાવગાસિકવ્રત.
Dિ દિશાપરિમાણવ્રત યાવજીવનું, ૧ વરસનું કે ૪ મહિનાનું હોય છે. દેશાવગાસિક વ્રત દરેક દિવસનું, દરેક પ્રહરનું કે દરેક મુહૂર્તનું હોય છે.