________________
વતીના બે પ્રકાર
૨૮૯
લાભ ન થવો, દરિદ્રતા, દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય, વધ, બંધન, અસમાધિ, દુઃખ, દ્રવ્યોની અનાદિપરિણામતા-આદિમત્પરિણામતા-પ્રાદુર્ભાવતિરોભાવ-સ્થિતિ-ભેદ-ઉપકાર-વિનાશ વગેરે. - કાયાનો સ્વભાવ - ગર્ભજોનું શરીર માતા-પિતાના ઓજ-વીર્યમાંથી બને છે, સંમૂચ્છિમોનું શરીર ઉત્પત્તિદેશના સ્કંધોમાંથી બને છે, શરીરો અશુભ પરિણામવાળા છે, વિવિધ આકારવાળા છે, અનિત્ય છે, દુઃખનું કારણ છે, સારરહિત છે, અપવિત્ર છે, નાશ અને પુષ્ટ થવાના ધર્મવાળા છે વગેરે. ૦ વ્રતી -
વ્રતો (મહાવ્રતો કે અણુવ્રતો)ને ધારણ કરે તે વ્રતી. તે શલ્ય વિનાનો હોય. (સૂત્ર-૭/૧૩) તે શલ્ય ૩ પ્રકારના છે –
૧) માયાશલ્ય - શઠતા.
૨) નિદાનશલ્ય - દેવેન્દ્ર વગેરેની ઋદ્ધિ જોઈને મનમાં અભિલાષા કરે કે મને પણ તપના પ્રભાવે આવી ઋદ્ધિ પ્રાપ્ત થાઓ તે.
૩) મિથ્યાદર્શનશલ્ય - તત્ત્વભૂત પદાર્થોની અશ્રદ્ધા. વ્રતી બે પ્રકારના છે - સાધુ અને શ્રાવક (સૂત્ર-૭/૧૪).
૧) સાધુ - જેમણે આરંભ, પરિગ્રહ, ઘર વગેરેનો વિધિપૂર્વક ત્યાગ કર્યો છે અને જેઓ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનવિરમણવ્રતને ધારણ કરે છે તે. તે બે પ્રકારે છે -
(૧) ગચ્છવાસી - ગચ્છમાં રહેનારા તે ગચ્છવાસી. તે બે પ્રકારે છે – (1) ગચ્છવાસી સાધુ - તે પાંચ પ્રકારના છે – આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક