________________
૨૮૬
બધા મહાવ્રતોની સામાન્ય ભાવનાઓ
૨) અસત્ય બોલનારનો કોઈ વિશ્વાસ કરતું નથી. તે આ ભવમાં જ
જીભના છેદ વગેરેને પામે છે. તે ખોટા આળથી દુઃખી થયેલા અને વૈરવાળા જીવો થકી વધુ દુઃખોને પામે છે. તે પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે અસત્ય વચનોથી
અટકવું સારું. ૩) ચોર બધાને ત્રાસદાયક બને છે. તે આ ભવમાં જ વધ, બંધન,
અંગછેદ, ભેદન, સર્વસ્વગ્રહણ, મરણ વગેરેને પામે છે અને પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે
ચોરીથી અટકવું સારું. ૪) વિલાસથી ચલ ચિત્તવાળો, સારા શબ્દાદિ વિષયોમાં રાગવાળો,
ખરાબ શબ્દાદિ વિષયોમાં વૈષવાળો, મદથી આંધળા હાથીની જેમ અંકુશ વિનાનો અબ્રહ્મચારી સુખ પામતો નથી. મોહિત થયેલ તે કાર્ય-અકાર્યને જાણતો નથી અને અકાર્યને પણ કરે છે. તે પરસ્ત્રીગમનથી આ ભવમાં જ વૈરનો અનુબંધ, લિંગનો છેદ, વધ, બંધન, દ્રવ્યનું અપહરણ વગેરે અપાયોને પામે છે અને પરભવમાં અશુભગતિને પામે છે અને ગર્પિત બને છે. માટે
અબ્રહ્મથી અટકવું સારું. ૫) જેના હાથમાં માંસપેશી છે એવા પક્ષી પાસેથી બીજા માંસાહારી
પક્ષીઓ માંસપેશી ઝૂંટવી લે છે, તેમ પરિગ્રહવાળા પાસેથી ચોરો ધન લૂંટી લે છે. પરિગ્રહવાળો ધનના કમાવાના, રક્ષણ કરવાના અને નાશના ક્લેશોને પામે છે. ધનથી તેને તૃપ્તિ થતી નથી. લોભી એવો તે કાર્ય-અકાર્યને જોતો નથી. તે પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે પરિગ્રહથી અટકવું સારુ.