________________
૨૮૦
રાત્રિભોજનનો ત્યાગ કરવાના કારણો
૪) મૈથુનવિરમણ મહાવ્રત - સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના મૈથુનથી વિરતિ તે મૈથુનવિરમણ મહાવ્રત.
૫) પરિગ્રહવિરમણ મહાવ્રત - સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના પરિગ્રહથી વિરતિ તે પરિગ્રહવિરમણમહાવ્રત.
આ પાંચ મહાવ્રતો એ મૂળગુણ છે. તેમના ગ્રહણથી રાત્રિભોજનવિરમણવ્રતનું પણ ગ્રહણ થઈ જાય છે, કેમકે રાત્રિભોજન વિરમણવ્રત પણ મૂળગુણ છે.
રાત્રિભોજનનો ત્યાગ કરવાના કારણો -
૧) દિવસે ગ્રહણ કરેલી ગોચરી પણ રાત્રે ન વપરાય, કેમકે તે કાલાતિક્રાંત છે.
૨) ગ્રહણ કરેલ આહારને લાવી, આલોચી, થોડી વાર વિશ્રામ કરીને તરત જ વાપરવાની અનુજ્ઞા છે, વધુ વખત રાખવાની અનુજ્ઞા નથી.
૩) રાત્રે ગોચરી ફરવામાં ઈર્યાસમિતિનું પાલન ન થાય.
૪) રાત્રે દાયકના ગમન, આગમન, ભીના હાથ-ભાજન વગેરે ન દેખાય.
૫) સાધુને પ્રકાશવાળા સ્થાનમાં જ વાપરવાનું છે. રાત્રે પ્રકાશ ન હોય, કેમકે અગ્નિના સમારંભનો નિષેધ છે, રત્નનો પરિગ્રહ ન હોય, ચાંદની ક્યારેક હોય ક્યારેક ન હોય. તેથી રાત્રિભોજન કરવામાં પ્રકાશમાં વાપરવાનું ન થાય.
૬) આગમમાં રાત્રિભોજનનો નિષેધ કરેલ છે. માટે હિંસા વગેરેની જેમ રાત્રિભોજન ત્યાજ્ય છે.