SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ રાત્રિભોજનનો ત્યાગ કરવાના કારણો ૪) મૈથુનવિરમણ મહાવ્રત - સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના મૈથુનથી વિરતિ તે મૈથુનવિરમણ મહાવ્રત. ૫) પરિગ્રહવિરમણ મહાવ્રત - સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના પરિગ્રહથી વિરતિ તે પરિગ્રહવિરમણમહાવ્રત. આ પાંચ મહાવ્રતો એ મૂળગુણ છે. તેમના ગ્રહણથી રાત્રિભોજનવિરમણવ્રતનું પણ ગ્રહણ થઈ જાય છે, કેમકે રાત્રિભોજન વિરમણવ્રત પણ મૂળગુણ છે. રાત્રિભોજનનો ત્યાગ કરવાના કારણો - ૧) દિવસે ગ્રહણ કરેલી ગોચરી પણ રાત્રે ન વપરાય, કેમકે તે કાલાતિક્રાંત છે. ૨) ગ્રહણ કરેલ આહારને લાવી, આલોચી, થોડી વાર વિશ્રામ કરીને તરત જ વાપરવાની અનુજ્ઞા છે, વધુ વખત રાખવાની અનુજ્ઞા નથી. ૩) રાત્રે ગોચરી ફરવામાં ઈર્યાસમિતિનું પાલન ન થાય. ૪) રાત્રે દાયકના ગમન, આગમન, ભીના હાથ-ભાજન વગેરે ન દેખાય. ૫) સાધુને પ્રકાશવાળા સ્થાનમાં જ વાપરવાનું છે. રાત્રે પ્રકાશ ન હોય, કેમકે અગ્નિના સમારંભનો નિષેધ છે, રત્નનો પરિગ્રહ ન હોય, ચાંદની ક્યારેક હોય ક્યારેક ન હોય. તેથી રાત્રિભોજન કરવામાં પ્રકાશમાં વાપરવાનું ન થાય. ૬) આગમમાં રાત્રિભોજનનો નિષેધ કરેલ છે. માટે હિંસા વગેરેની જેમ રાત્રિભોજન ત્યાજ્ય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy