________________
૨૮૧
હિંસા વગેરે પાંચ અવ્રતો • હિંસા વગેરે પાંચ અવતો -
૧) હિંસા - પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી આત્માથી પ્રાણોને જુદા કરે તે હિંસા. (સૂત્ર-૭/૮)
પ્રમાદ પાંચ પ્રકારે છે –
૧) કષાય - તે ૧૬ પ્રકારે છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, સંજ્વલન-૪ x ક્રોધ, માન, માયા, લોભ-૪ = ૧૬
૨) ઈન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિયના ક્રમશઃ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ રૂપ વિષયોને કારણે થતા રાગ-દ્વેષ.
૩) નિદ્રા - તે પાંચ પ્રકારે છે - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થીણદ્ધિ.
૪) વિકથા - તે ચાર પ્રકારે છે – રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા.
૫) મદ્ય - દારૂ. બીજી રીતે પ્રમાદના ૮ પ્રકાર છે – ૧) અજ્ઞાન - મૂઢતા. ૨) સંશય - શું આ આમ હશે કે અન્ય રીતે હશે? એવો સંદેહ. ૩) મિથ્યાજ્ઞાન - વિપરીત જ્ઞાન. ૪) રાગ - પ્રીતિ. ૫) દ્વેષ - અપ્રીતિ.