________________
૨૫ ક્રિયા
૨૬૭
(૧૫) અનાભોગક્રિયા - પૂંજ્યા પ્રમાર્યા વિનાની જગ્યાએ શરી૨ અને ઉપકરણોને મૂકવા તે અનાભોગક્રિયા.
(૧૬) સ્વહસ્તક્રિયા - બીજાએ કરવાની ક્રિયા અભિમાનથી પોતે કરે તે સ્વહસ્તક્રિયા.
(૧૭) નિસર્ગક્રિયા - લાંબા કાળથી ચાલતી પરદેશી પાપપ્રવૃત્તિમાં ભાવથી અનુજ્ઞા આપવી તે નિસર્ગક્રિયા.
(૧૮) વિદારણક્રિયા - બીજાએ કરેલા, નહીં કહેવા યોગ્ય સાવધ કાર્યને ઉઘાડા પાડવા તે વિદારણક્રિયા.
(૧૯) આનયનક્રિયા - ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જીવાદિ પદાર્થોની અન્યથા પ્રરૂપણા કરવી, અથવા સ્વચ્છંદ રીતે બીજા પાસે કંઈ મંગાવવું તે આનયનક્રિયા.
(૨૦) અનવકાંક્ષાક્રિયા - પ્રમાદને લીધે ધર્મક્રિયાઓમાં અનાદર કરવો તે અનવકાંક્ષાક્રિયા.
(૨૧) આરંભક્રિયા - પોતે પૃથ્વીકાય વગેરેનો ઉપઘાત કરે કે બીજા પાસે કરાવે, સૂકું ઘાસ વગેરે છેદે કે બીજા પાસે છેદાવે તે આરંભક્રિયા.
(૨૨) પરિગ્રહક્રિયા - ધન કમાવા - ધનનું રક્ષણ કરવા ઘણા ઉપાયો કરવા, ધન ઉપર મૂર્છા કરવી તે પરિગ્રહક્રિયા.
(૨૩) માયાક્રિયા - મોક્ષના સાધનરૂપ જ્ઞાનાદિમાં માયા કરવી તે માયાક્રિયા.
(૨૪) મિથ્યાદર્શનક્રિયા - મિથ્યાદર્શનના માર્ગથી સતત પ્રવૃત્ત બીજાની અનુમોદના કરવી તે મિથ્યાદર્શનક્રિયા.